ગુજરાત

gujarat

ETV Bharat / state

ડીસામાં ગૃહ પ્રધાન અમિત શાહના જન્મ દિવસની ઉજવણી કરાઈ - અમિત શાહ

બનાસકાંઠાઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના  55મા જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશમાં ભાજપના કાર્યકરો દ્વારા તેમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ડીસાના સાંઈબાબા મંદિર ખાતે અમિત શાહની દીર્ઘાયુ માટે મહારુદ્ર યજ્ઞ અને આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.

home minister birth day celebration

By

Published : Oct 22, 2019, 2:34 PM IST

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના 55મા જન્મદિવસ નિમિત્તે ડીસા ખાતે મહારુદ્ર યજ્ઞ અને આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગૃહ પ્રધાન અમિત શાહના જન્મ દિવસની ઉજવણી કરાઈ

ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના 55માં જન્મદિવસ નિમિત્તે ડીસાના સાંઈબાબા મંદિર ખાતે ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા દ્વારા મહારુદ્ર યજ્ઞ અને આનંદના ગરબાનું આયોજન કરાયું હતું. જેમાં અમિત શાહ અને તેમના પરિવારના દિર્ધાયુ માટે વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞ આહુતિ આપવામાં આવી હતી.

બનાસકાંઠાના સાંસદ પરબતભાઇ પટેલ ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા કાંકરેજના ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલા જિલ્લા ભાજપ પ્રમુખ કેશાજી ચૌહાણ સહિત જિલ્લાભરના ભાજપના નેતાઓ અને કાર્યકરોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details