- પાલનપુરમાં બની હિટ એન્ડ રનની ઘટના
- અકસ્માતમાં એકનું મોત એક ઇજાગ્રસ્ત
- ઘાયલને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો
- પોલીસ કાફલો ઘટનાસ્થળે
બનાસકાંઠા: પાલનપુરમાં હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં મોર્નિંગ વોક પર નીકળેલા બે યુવકોને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી ફરાર થતાં એકનું ઘટનાસ્થળે મોત નીપજયું હતું. જ્યારે એક ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
પાલનપુરમાં વહેલી સવારે ગઠામણના પાટીયા પાસે હિટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં ગઠામણ ખાતે રહેતો ચિરાગ પ્રજાપતિ અને તેનો મિત્ર વહેલી સવારે મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા. તે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલાઅજાણ્યા વાહન ચાલકે બંને યુવકોને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. વાહન ચાલક એટલો બેફામ હતો કે યુવક ને 100 મીટર સુધી ઘસડ્યો હતો. આ ગોઝારા અકસ્માતમાં વાહન નીચે રોડ પર ઘસડાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા ચિરાગ પ્રજાપતિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે તેના મિત્રને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે પાલનપુરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. બનાવને પગલે પાલનપુર પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતકના મૃતદેહનેે પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડી અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.