ETV Bharat Gujarat

ગુજરાત

gujarat

ETV Bharat / state

Heavy Rain:બનાસકાંઠામાં ભારે વરસાદ પડ્યો, ખેડૂતોના માથે આફતનું મોજું - Banaskantha news

બનાસકાંઠામાં ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે ખેડૂતોને ભારે નુકશાનની થશે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. ભર ઉનાળે વરસાદ પડતા ખેડૂતોના માથે આફત આવી હોય તેવી સ્થિતી જોવા મળી રહી છે.

Heavy Rain:બનાસકાંઠામાં ભારે વરસાદ પડ્યો, ખેડૂતોના માથે આફતનું મોજું
Heavy Rain:બનાસકાંઠામાં ભારે વરસાદ પડ્યો, ખેડૂતોના માથે આફતનું મોજું
author img

By

Published : Mar 5, 2023, 9:39 AM IST

Updated : Mar 5, 2023, 12:04 PM IST

Heavy Rain:બનાસકાંઠામાં ભારે વરસાદ પડ્યો, ખેડૂતોના માથે આફતનું મોજું

બનાસકાંઠા:ભર ઉનાળે કમમોસમી વરસાદની આગાહીના પગલે ખેડૂત ભારે મુશ્કેલીમાંમાં મુકાયેલો જોવા મળી રહ્યો છે. હાલ જે રીતે હવામાન વિભાગે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી રહ્યું છે. તે રીતે અંબાજી પંથકમાં ગઈકાલે પણ બપોરે વરસાદના હળવા ઝાપટા પડ્યા હતા. ત્યારબાદ ફરી એકવાર વહેલી આજે વહેલી સવારે ગાજવી સાથેનો વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

પરિસ્થિતિ જોવા મળી:જો કે આ પડેલા વરસાદના પગલે દાંતા તાલુકા પંથકમાં ખેડૂતોને ભારે નુકસાનીનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. જે રીતે હાલ તબક્કે ઘઉં, રાયડા અને ચણાનો જે રવિ પાક કહી શકાય તેવા પાક ખેડૂત તૈયાર પાક ઉભો છે. આ પાક હવે બગાડવાની આરે ઉભો હોય તેવુ લાગી રહ્યુ છે. હાલ તબક્કે જે રીતે ખેતરોમાં ઉભયેલો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો Ambaji Temple: શક્તિપીઠ અંબાજીમાં હવે નહીં મળે મોહનથાળનો પ્રસાદ, ફક્ત સુકો પ્રસાદ મળશે

બચાવવાનો પ્રયાસ:હાલ તબક્કે જે રીતે વરસાદની આગાહી આપવામાં આવેલી છે. વરસાદના હળવા થી ભારે ઝાપટા પડતા જોઈને ખેડૂતો જે છે એ પોતાનો પાક બચાવવા માટેના પ્રયાસ કરી રહ્યા છે. કાપેલો પાક જે છે ઉપાડી અને સલામત જગ્યા ખસેડવાનો પ્રયાસ કરી રહ્યો છે. જ્યારે બીજી તરફ ખેતરોમાં આજે ઉભેલો પાક છે એ ખેડૂતો કાપવામાં લાગી ગયો છે. તાત્કાલિક પાક લણી લઈ અને પોતે સલામત સ્થળે મુકી બચાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.

આ પણ વાંચો બનાસકાંઠામાં વાદળછાયા વાતાવરણે બગાડી ખેડૂતોની મહેનત, પાકને નુકસાન

વરસાદની આગાહી:જે રીતે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. તે જોતાં હજી અંબાજી દાંતા પંથકમાં વરસાદના સંકટના વાદળો ઘેરાયેલા જોવામલી રહ્યા છે. હાલ તબક્કે જે રીતે ખેતરમાં ઉભેલો અને કાપવામાં આવેલો પાક કાળો પડી જાય કા તો પછી જે ઉગી જાય તેવી ભીતી પણ ખેડૂતોને સતાઈ રહી છે. એક તરફ કુદરત કોણ જાણે કેમ રૂઠી હોય તેને લઈને ખેડૂત સતત ચિંતિત છે. ત્યારે બીજી તરફ સરકાર રહેમ દ્રષ્ટિ રાખે અને જો આ નુકસાની થાય તો તેને વળતર ચૂકે તેવી પણ માંગ કરતા ખેડૂતો નજરે પડ્યા હતા

Last Updated : Mar 5, 2023, 12:04 PM IST

ABOUT THE AUTHOR

...view details