બનાસકાંઠા: જિલ્લામાં એક અઠવાડિયાથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના દરેક તાલુકાઓમાં એવરેજ 4 થી 5 ઇંચ વરસાદ ખાબકતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. જેના કારણે અનેક વિસ્તારોમાં લોકો પરેશાન થઈ રહ્યા છે.
બનાસકાંઠામાં ધોધમાર વરસાદ ડીસાના રેલવે સ્ટેશન વિસ્તારમાં પણ ભારે વરસાદના પગલે ઘૂંટણ સુધી પાણી ભરાયા છે, જેથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક રાણા ઠાકોર નામના વ્યક્તિ છે, જે બીમાર થતા એમ્બ્યુલન્સ પણ તેમના ઘર સુધી પહોંચી શકી ન હતી. જેનાથી તેમનું મોત થતા તેના પરિવાર જનોએ સ્મશાન યાત્રા પણ ઘૂંટણ સમા પાણીમાં થઈને લઇ જવી પડી હતી.
- બનાસકાંઠામાં ધોધમાર વરસાદ
- ડીસામાં વરસાદી પાણી ભરતા લોકો પરેશાન
- સ્મશાન યાત્રા પણ પાણીમાંથી લઇ જવી પડી
બનાસકાંઠાના ડીસા શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં પાણી ભરાય છે. આ વિસ્તારમાં 50થી પણ વધુ પરિવારો વસવાટ કરે છે. દર વર્ષે વરસાદી પાણી ભરાતા અહીં વસવાટ કરતા પરિવારોને ભારે હાલાકીનો સામનો કરે છે. આ બાબતે આ વિસ્તારના લોકોએ ડીસા નગરપાલિકામાં અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં આજ દિન સુધી પાણીના નિકાલની કોઇ વ્યવસ્થા નગરપાલિકા દ્વારા કરવામાં આવી નથી.
બનાસકાંઠામાં ધોધમાર વરસાદ આ સરકારી જમીન છેલ્લા કેટલાય સમયથી વિવાદમાં છે. ડીસા નગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં કામ કરવામાં આવતા નથી. જેથી દર વર્ષે ચોમાસાની શરૂઆત થતા જ આ વિસ્તારમાં કેડ સુધી પાણી ભરાઈ જાય છે. આ વિસ્તારમાં પાણીના કારણે એક વ્યક્તિનું એમ્બ્યુલન્સ ન પહોંચતા મોત નીપજ્યું હતું, જ્યારે તેમની સ્મશાન યાત્રા નીકાળવામાં આવે ત્યારે પણ આ વિસ્તારના લોકોએ આ વરસાદી પાણીમાંથી ભારે હાલાકી ભોગવીને નીકળવું પડ્યું હતું. ડીસા નગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે આ વરસાદી પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવામાં આવે તેવી લોકો માગ કરી રહ્યાં છે.