ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહોલ - બનાસકાંઠા ન્યૂઝ

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદના કારણે ખેડૂતો અને લોકોમાં ખુશી જોવા મળી રહી છે. સતત બે દિવસ વરસાદી માહોલથી હાલ લોકોએ અસહ્ય ગરમીથી રાહત મેળવી છે.

banaskantha news
બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ

By

Published : Aug 10, 2020, 9:41 PM IST

બનાસકાંઠાઃ જિલ્લામાં ચોમાસાની શરૂઆત થઇ હોવા છતાં છેલ્લા ઘણા સમયથી વરસાદે દેખા દીધી ન હતી. ઉનાળાની કાળઝાળ ગરમી સહન કર્યા બાદ ચોમાસામાં પણ લોકોએ અસહ્ય ગરમીનો સામનો કરવો પડ્યો હતો, તો બીજી તરફ છેલ્લા ઘણા વર્ષોથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પાણી વગર પોતાના પાકમાં નુકસાની વેઠી રહ્યા હતા.

બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ

આ વર્ષે પણ ચોમાસાની શરૂઆત થઇ હોવા છતાં વરસાદ ઓછો થયો હતો. જેના કારણે ખેડૂતોએ સારા પાક ઉત્પાદનની આશાએ મોંઘાદાટ બિયારણો લાવી વાવેતર કર્યું હતું, પરંતુ વરસાદ થતા ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા હતા. જગતનો તાત ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો કે, વરસાદ વરસે અને પોતાના ખેતરમાં ઊભેલો પાક બચી શકે. ત્યારે જાણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની પ્રાર્થના મેઘરાજાએ સાંભળી હોય તેમ સતત બે દિવસથી બનાસકાંઠા જિલ્લામાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે.

બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ

બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકા પૈકી ગત મોડી રાત્રીથી 13 તાલુકાઓમાં સારો વરસાદ વરસ્યો હતો. આ વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોના માથે જે પાકને લઈને ચિંતા હતી તે દૂર થઈ હતી, તો બીજી તરફ શહેરી વિસ્તારના લોકો ચોમાસાની શરૂઆત થઇ હોવા છતાં વરસાદ ન વરસતા લોકો અસહ્ય ગરમીનો સામનો કરી રહ્યા હતા. આ લોકોએ પણ વરસાદના કારણે અસહ્ય ગરમીથી રાહત મેળવી હતી.

બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ

બનાસકાંઠા જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદના કારણે જિલ્લાના અનેક તાલુકાઓમાં વરસાદી પાણી ભરાયા હતા. વરસાદ વરસતાની સાથે જ બનાસકાંઠા જિલ્લાની અનેક જીવાદોરી સમાન નદીઓ પણ વહેતી થઈ હતી. જેના કારણે નદીના આજુબાજુના વિસ્તારના ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.

બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ

જિલ્લામાં અત્યાર સુધીના વરસાદી આંકડા જોઈએ તો...

  • અમીરગઢ - 50 MM
  • કાંકરેજ - 41 MM
  • ડીસા - 42MM
  • ધાનેરા - 56 MM
  • દાંતીવાડા - 40 MM
  • દિયોદર - 51 MM
  • પાલનપુર - 66 MM
  • ભાભર - 22 MM
  • લાખણી - 11 MM
  • વડગામ - 83 MM
  • સુઇગામ - 32 MM

ABOUT THE AUTHOR

...view details