- ગુજરાતમાં સૌ પ્રથમવાર ડેડિકેટેડ ફ્રન્ટ કોરિડોર રેલવે ટ્રેકનો આરંભ
- ટ્રાન્સપોર્ટમાં પોરબંદર, કંડલાપોર્ટ અને સિમેન્ટની ફેક્ટરીના સામાનની હેરાફેરી થશે સરળતા
- સ્થાનિક ઉદ્યોગોને થશે આર્થિક ફાયદો
બનાસકાંઠા: વિકાસ કરી રહેલા ગુજરાતની યશકલગીમાં આજે વધુ એક મોર પીછું ઉમેરાયું છે જેમાં ગુજરાતમાં સૌ પ્રથમવાર ડેડિકેટેડ ફ્રન્ટ કોરિડોર રેલવે ટ્રેકનો શુભારંભ કરાયો છે. બનાસકાંઠામાં ન્યુ પાલનપુર અને અજમેરના મડાર સુધીના 335 કિ.મી. રેલવે ટ્રેકનું સફળ પરિક્ષણ કરાયું છે. માર્ચ 2022 સુધીમાં ડીએફસીસી ન્યુ રેવાડીથી દાદરી વચ્ચેનો 642 કિ.મી. ટ્રેક આવતા પૂર્ણ થવાની શકયતા છે. આજે પાલનપુર ખાતે શુભારંભ કરાયેલ રેલવે ટ્રેક પર ટ્રેન 75 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકશે. જેનાથી વેપારીઓ ઝડપથી માલ સમાન મળી શકશે. ડીએફસીસી ટ્રેક પર બે સ્ટેશનો વચ્ચેનું અંતર 40 કિલોમીટરનું છે. જ્યાં સાદી માલવાહક ટ્રેનના સ્ટોપેજના અંતર 5 થી 7 કિલોમીટરે આવે છે સમગ્ર ડીએફસીસી રૂટ સંપૂર્ણ ઇલેક્ટ્રિક સિસ્ટમથી બનાવાયો છે. અગાઉ જૂના ટ્રેક પર ટ્રેનની લંબાઈ માત્ર 750 મીટર હતી. જે નવા ડીએફસીસી રેલવે ટ્રેક પર માલગાડીની લંબાઈ 1.5 કિમી અને ડબલ ડેકર છે. આ સુવિધાથી ટ્રાન્સપોર્ટમાં સૌથી વધુ રાહત પોરબંદર, કંડલાપોર્ટ અને સિમેન્ટની ફેક્ટરીને થશે.
અલગ ટ્રેક બનતા માલગાડી ઝડપથી પહોંચશે
ગુજરાતમાં સૌપ્રથમવાર બનાસકાંઠામાં આ ડેડિકેટેડ ફ્રન્ટ કોરિડોર રેલવે ટ્રેકનો શુભારંભ કરાયો છે પણ અત્યાર સુધી પેસેન્જર ટ્રેન અને માલગાડી બંને એક જ ટ્રેક પર દોડતા હોવાથી સમયે અને પૈસા નો ખૂબ જ વ્યય થતો હતો. હવે માલગાડીઓ માટે અલગ જ રેલવે ટ્રેક બનાવવામાં આવતા ઝડપથી ટ્રાન્સપોર્ટેશન થશે અને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા વધતા સમય અને ખર્ચની પણ બચત થશે જેની સીધી અસર આવનારા સમયમાં દેશના જીડીપીમાં અને દેશના આર્થિક વિકાસને થશે. ન્યૂ પાલનપુર જંક્શનના નવા પાટા પર રેવડીથી મદાર પાટા પર માલગાડી દોડી હતી. આ પાટો માત્ર માલગાડી માટે જ બનાવમાં આવ્યો છે. પહેલા એક જ પાટા પર પેસેન્જર અને માલગાડી સાથે ચાલતા ટ્રાફિક વધી જતો અને જેના કારણ ટ્રેન સમયસર પહોંચી શકતી ન હતી. ત્યારે આ સમસ્યાના નિવારણ માટે કરજોડાથી આગળ ન્યૂ પાલનપુર જકશનનો નિર્માણ કરવામાં આવ્યું છે. જેથી તમામ માલગાડીને સ્ટોપજ ન્યૂ પાલનપુર જંક્શન પર મળશે
વધુ વાંચો:ભાવનગરમાં મહુવાથી સુરત અને પોરબંદરથી સાંતરાગાંછી બે નવી ટ્રેન શરૂ થશે
માલગાડીની વજન વહન ક્ષમતા હશે 32.5 કિલોગ્રામ