ગુજરાત

gujarat

ETV Bharat / state

પાલનપુરના પટેલનું નસીબ ખુલ્યુ: IPL ગુજરાત ટાઈટન્સમાં થયું સિલેક્શન - ગુજરાત ટાઇટન્સ ટીમ

IPL ક્રિકેટ ટુર્નામેન્ટમાં (IPL 2023) સમગ્ર વિશ્વ ભરના સૌથી સારા બોલરો અને બેસ્ટ-મેનોને અલગ અલગ ટીમોમાં મોટી રકમ આપી ખરીદવામાં આવે છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના ઉર્વીલ પટેલને (Urvil Patel selected for Gujarat Titans team) IPL ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગુજરાત ટાઈટન્સ (Gujarat Titans team) દ્વારા પોતાની ટીમમાં (Urvil Patel selected for Gujarat Titans team) ખરીદતા જિલ્લા વાસીઓમાં આનંદની લાગણી છવાઈ હતી.

IPLમાં ગુજરાત ટાઈટન્સની ટિમમાં પાલનપુરનો ઉર્વીલ પટેલ રમશે
IPLમાં ગુજરાત ટાઈટન્સની ટિમમાં પાલનપુરનો ઉર્વીલ પટેલ રમશે

By

Published : Jan 7, 2023, 2:03 PM IST

IPLમાં ગુજરાત ટાઈટન્સની ટિમમાં પાલનપુરનો ઉર્વીલ પટેલ રમશે

પાલનપુર: ક્રિકેટર ઉર્વીલ પટેલની IPL માં પસંદગી (Urvil Patel selected for Gujarat Titans team) થઈ છે. IPLમાં સ્થાન મેળવનાર ઉર્વીલ પટેલ બનાસકાંઠા જિલ્લાનો પ્રથમ ખેલાડી બન્યો છે. ઉર્વીલની IPL ટીમમાં પસંદગી થતાં પરિવારજનો સહિત પાલનપુરમાં ખુશીનો માહોલ છવાયો હતો. ઇન્ડિયન પ્રીમિયર લીગની આગામી સીઝન માટે ખેલાડીઓનું ઓકશન કોચિંગ યોજાયું હતું. જેમાં મૂળ મહેસાણા જિલ્લાના વડનગરના વતની અને પાલનપુર ખાતે રહેતા ઉર્વીલ પટેલને ગુજરાત ટાઈટન્સ ટીમે ખરીદ્યો છે. ઉર્વીલ પટેલને તેની બેઝ પ્રાઈઝ (urvil patel sold to gujarat titans for inr 20 lakh ) 20 લાખમાં ખરીદવામાં આવ્યો છે. ઉર્વીલ પટેલની વિકેટકીપર બેટ્‌સમેનના સ્લોટમાં રખાયો હતો. જ્યાં ગુજરાત ટાઈટન્સે (IPL 2023) ખરીદ્યો હતો. ઉર્વીલ પટેલ IPLમાં સ્થાન મેળવનાર બનાસકાંઠા જિલ્લાનો પ્રથમ ખેલાડી બની ગયો છે.

નાનપણથી ઉર્વીલ પટેલને ક્રિકેટમાં રસ

નાનપણથી ઉર્વીલ પટેલને ક્રિકેટમાં રસ હતો:પાલનપુરમાં રહેતા મૂળ મહેસાણા જિલ્લાના વડનગરના વતની ઉર્વીલ પટેલના માતા-પિતા બંને શિક્ષક છે. ઉર્વીલ પટેલને ક્રિકેટમાં વધુ રસ હોવાથી તેના માતા-પિતા પણ પુત્રના આ ક્રિકેટ પ્રેમને આગળ વધારવાનું નક્કી કરી પાલનપુરમાં ક્રિકેટનું કોચિંગ અપાવવાનું શરૂ કર્યું હતું. ઉર્વીલ પટેલ છ વર્ષની ઉંમરના હતા તે સમયથી જ તેના પરિવાર દ્વારા તેને ક્રિકેટ કોચિંગમાં જોડી દીધો હતો. ઉર્વીલ પટેલ અભ્યાસમાં ઓછું ધ્યાન આપતા હતા, પરંતુ ક્રિકેટમાં તેને સૌથી વધુ ધ્યાન રહેતું જેના કારણે પરિવાર દ્વારા તેને અભ્યાસ કરવાના બદલે ક્રિકેટમાં વધુ ધ્યાન આપવા માટે પ્રોત્સાહન આપવામાં આવતું હતું. જેના કારણે 6 વર્ષની ઉંમરથી જ ઉર્વીલ પટેલ વિકેટકીપર અને બેસ્ટમેન તરીકે સારું પરફોર્મન્સ આપતો હતો અનેક ટુર્નામેન્ટોમાં પૂર્વે પટેલ ક્રિકેટમાં સારી નામના મેળવી હતી જેના કારણે ઉર્વીલ પટેલ સવારે સાતથી માંડી બપોરના એક વાગ્યા સુધી સતત મેદાનમાં પ્રેક્ટિસ કરતો નજરે પડતો હતો તેની ક્રિકેટ માં ઉત્સાહ જોઈ તેના કોચ પણ હંમેશા તેને મદદ કરવા માટે તૈયાર રહેતા હતા આમ નાનપણથી જ ઉર્વીલ પટેલને ક્રિકેટ પ્રત્યે બહુ જ લગાવ હતો.

ગુજરાત ટાઇટનસે 20 લાખમાં તેને ટીમમાં ખરીદ્યો:ઉર્વીલ પટેલ આમ તો છેલ્લા 5 વર્ષથી ગુજરાત ક્રિકેટ એસોસિએશન સાથે જોડાયેલો છે, પરંતુ તેની આ વર્ષે સૈયદ મુસ્તાક અલી ટી-20 ટુર્નામેન્ટમાં ગત ઓક્ટોબરમાં બિહાર સામે રમાયેલી મેચમાં માત્ર 37 બોલમાં 84 રન ફટકારી ટીમને જીત અપાવી હતી. આ ઇનિંગથી ઉર્વીલ વધુ લાઇમ ટાઇમમાં આવ્યો હતો. ઉર્વીલ પટેલની આક્રમક બેટિંગ ક્ષમતાને જાેઈ ગુજરાત ટાઇટન્સે તેની બેઝ પ્રાઈઝ રૂપિયા 20 લાખમાં વિકેટકીપર- બેટ્‌સમેન તરીકે ખરીદી લીધો છે. ઉર્વીલ પટેલ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાંથી IPLમાં પસંદગી થનાર પ્રથમ ખેલાડી બન્યો છે. IPLમાં ગત વર્ષે પદાર્પણ કરી ટાઈટલ જીતનાર ગુજરાત ટાઈટન્સ ટીમમાં કેપ્ટન હાર્દિક પંડ્યા બાદ ઉર્વીલ પટેલ માત્ર ગુજરાતી ખેલાડી તરીકે સામેલ છે. જ્યારે અન્ય ખેલાડીઓ બીજા રાજ્ય અને અન્ય દેશના છે. ગત ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સ ટીમમાં પસંદગી પામેલા ઉર્વીલે પણ ખુશી વ્યક્ત કરી અને તક મળે તો પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો:આજે ભારત-શ્રીલંકાની થશે ટક્કર, રાજકોટના ખંડેરી સ્ટેડિયમમાં રમાશે T20 મેચ

પરિવારની પ્રતિક્રિયા:વિશ્વની સૌથી મોટી લીક ઇન્ડિયન પ્રીમિયમ લિંગમાં બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે રહેતા ઉર્વીલ પટેલનું ગુજરાત ટાઇટન્સની (gujarat titans)ટીમમાં પસંદગી થતા પોતાના પરિવારમાં ખુશી જોવા મળી હતી આ અંગે પરિવારનું માનું છે કે ઉર્વીલ પટેલ નાનપણથી જ ક્રિકેટમાં બહુ રસ ધરાવતો હતો જેના કારણે તેને અભ્યાસની જગ્યાએ સતત ક્રિકેટના મેદાનમાં તેને પ્રોત્સાહન અમારા દ્વારા આપવામાં આવતું હતું અત્યાર સુધી ઉર્વીલ અનેક ક્રિકેટ એસોસિએશન માંથી ક્રિકેટ મેચ રમ્યો છે જેના કારણે તેનું પરફોર્મન્સમાં બહુ જ ફરક જોવા મળ્યો હતો. આજે જ્યારે ગુજરાત ટાઇટલ્સની ટીમમાં (Gujarat Titans team) તેને ઓપ્શનમાં ખરીદી કરવામાં આવતા સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ખુશી જોવા મળી છે ખાસ કરીને અમારા પરિવારમાં તો આજે એક અલગ ખુશી નો માહોલ જોવા મળી રહ્યો છે અને હજુ પણ અમારો પુત્ર ભારત દેશની ટીમમાં રમવા જાય તેવી આશા વ્યક્ત કરી હતી.

ઉર્વીલ પટેલની પ્રતિક્રિયા:આજે સમગ્ર વિશ્વની સૌથી મોટી ઇન્ડિયન પ્રીમિયમ લિંગમાં દરેક ક્રિકેટરની ઈચ્છા હોય છે કે, તે કોઈના કોઈ ટીમમાં પસંદગી થાય, ત્યારે તાજેતરમાં જ ઇન્ડિયન પ્રીમિયમ લિંગની ઓક્શન પ્રક્રિયા યોજાઇ હતી. જેમાં સમગ્ર વિશ્વના સારા ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી. જેમાં ગુજરાત ટાઇટન્સની ટીમમાં (Gujarat Titans team) મારી પસંદગી કરવામાં આવી હતી. જે મેં વિચાર પણ ન હતો કર્યો આજે જ્યારે મારી ગુજરાત ટાઇટન્સમાં પસંદગી થઈ છે જ્યાં હું સારું પ્રદર્શન કરી આગામી સમયમાં ભારત દેશમાં રમુ તેવી મારી ઈચ્છા છે.

આ પણ વાંચો:અંડર 19 મહિલા T20 વર્લ્ડ કપ: વિશ્મી ગુણારત્ને શ્રીલંકાની ટીમનું નેતૃત્વ કરશે

ABOUT THE AUTHOR

...view details