ગુજરાત

gujarat

ETV Bharat / state

Gold Donation In Ambaji Tample: અમેરિકાના મહેન્દ્રભાઈ પટેલ દ્વારા અંબાજી મંદિર ટ્રસ્ટને રૂપિયા 48 લાખના સોનાનું દાન - Gold Donation In Ambaji Tample

શક્તિપીઠ અંબાજીમાં મૂળ પાટણ બાલીસણાના રહેવાસી અને અમેરિકા ખાતે સ્થાઈ થયેલા પટેલ બ્રધર્સ બેનર હેઠળ ઇન્ડિયન ગ્રોસરી સ્ટોર ચલાવતા મહેન્દ્રભાઈ પટેલ દ્વારા અંબાજી મંદિર ટ્રસ્ટને રૂપિયા 48 લાખની કિંમતનું 1 કિલો સોનુ ભેટ (Gold Donation In Ambaji Tample) ચઢાવ્યુ છે, મહેન્દ્રભાઈ પટેલ અમેરિકા ખાતે સ્થાઈ થયેલા છે, ને મોટાભાગની પૂનમ ભરવા અંબાજી આવતા હોય છે, પણ લાંબા સમયથી તેઓ અંબાજીમાં અંબાના દર્શને ન આવી સકતા પોતાની ઈચ્છા અનુસાર 1 કિલો સોનું તેમના ઘર પરિવાર જનોના હસ્તે અંબાજી મોકલી આપ્યું હતું.

Gold Donation In Ambaji Tample: અમેરિકાના મહેન્દ્રભાઈ પટેલ દ્વારા અંબાજી મંદિર ટ્રસ્ટને રૂપિયા 48 લાખના સોનાનું દાન
Gold Donation In Ambaji Tample: અમેરિકાના મહેન્દ્રભાઈ પટેલ દ્વારા અંબાજી મંદિર ટ્રસ્ટને રૂપિયા 48 લાખના સોનાનું દાન

By

Published : Dec 26, 2021, 5:07 PM IST

અંબાજી:અમેરિકાના મહેન્દ્રભાઈ પટેલ દ્વારા અંબાજી મંદિર ટ્રસ્ટને રૂપિયા 48 લાખની કિંમતનું 1 કિલો સોનુ ભેટ ચઢાવવામાં આવ્યું, અંબાજી દર્શને ન આવી શકતા પોતાની ઈચ્છા અનુસાર 1 કિલો સોનું (Gold Donation In Ambaji Tample) તેમના ઘર પરિવાર જનોના હસ્તે મોકલ્યુ, જેઓ મંદિર પરિષરમાં આવતા તેમનું અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સ્વાગત પણ કરાયું હતું, અને માં અંબાના નીજ મંદિરના ગર્ભગૃહ આગળ 1 કિલો સોનુ અર્પણ કરી તેમના પિતાએ પોતાના પુત્રની દાન આપવાની ઈચ્છા પૂર્ણ કરી હતી, હાલ અંબાજી મંદિરનું મુખ્ય શિખરને સોનાથી મઢી દેવાયું છે, ત્યારે વધુ આગળના ઘુમ્મજોને સુવર્ણ મઢવા માટેની કામગીરી માટે આ સોનુ દાન કરવામાં આવ્યું છે.

અંબાજી મંદિરના ઘુમ્મજોને સુવર્ણ મઢવા સોનુ દાન કરવામાં આવ્યું

દાતા મંદિર પરિષરમાં આવતા તેમનું અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ (Ambaji Temple Trust) દ્વારા સ્વાગત પણ કરાયું. અંબાજી મંદિરના ઘુમ્મજોને સુવર્ણ મઢવા માટેની કામગીરી માટે આ સોનુ દાન કરવામાં આવ્યું, એટલું જ નહીં સોનાના દાતાએ અન્ય માઇ ભક્તોને પણ મંદિરને સોનાનું દાન ભેટ આપી મંદિરને સંપૂર્ણ સોને મઢવાની કામગીરીમાં સહભાગી બને તે માટેની પણ અપીલ કરી હતી.

રાજકોટના દાતાએ 63 લાખની કિંમતના ચાંદીના ભાણાનો સેટ અર્પણ કર્યો

જોકે વધુ એક રાજકોટના દાતાએ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટને રૂપિયા 2.63 લાખની કિંમતનું 4.485 કિલો ચાંદી માંથી બનાવેલ માતાજીને જમાડવા માટેના વિવિધ વાસણોના ભાણાનો સેટ અર્પણ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો:

અંબાજી મંદિરમાં સિઝનેબલ 50 જેટલી જાતિના વિવિધ ફ્રૂટ સાથે 21 ડ્રાયફ્રુટનો અન્નકૂટ માતાજીને ધરાવાયો

અંબાજી મંદિરમાં આજે એક માઇભકતે 251 ગ્રામ સોનાનું દાન અર્પણ કર્યું

ABOUT THE AUTHOR

...view details