ગુજરાત

gujarat

ETV Bharat / state

ડીસામાં 10 દિવસ અગાઉ થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો, 4 આરોપી ઝબ્બે - BNS

બનાસકાંઠા: ડીસા તાલુકાનાં બાઈવાડા ગામ નજીક 10 દિવસ અગાઉ થયેલી લૂંટનો ભેદ ડીસા તાલુકા પોલીસ ગણતરીના દિવસમાં ઉકેલી દીધો હતો. તેમજ 4 આરોપીઓ સહિત તમામ મુદ્દામાલ પણ રિકવર કરવામાં પોલીસ સફળ રહી હતી.

aropi

By

Published : May 30, 2019, 9:29 AM IST

પ્રાપ્ત વિગતો અનુસાર, ડીસા તાલુકામાં આવેલા થેરવાડા ગામમાં રહેતા અને મહેસાણા ખાતે સેલ્સ ટેક્ષ કચેરીમાં સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા વિષ્ણુજી બારોટ ગત 21 મે ના રોજ મહેસાણાથી ડીસા આવીને પોતાના મોટર સાઇકલ પર પોતાના ઘરે થેરવાડા જઈ રહ્યા હતા. તે દરમિયાન ડીસા તાલુકાના બાઈવાડા ગામ નજીક રાત્રિના સમયે ચાર અજાણ્યા શખ્સોએ આવીને વિષ્ણુજી બારોટને આંતરીને તેમની પાસે રોકડા ૧૫,૦૦૦ હજાર અને ૫,૦૦૦ રૂપિયાની કિંમતના મોબાઈલ ફોનની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા..

ત્યારબાદ ફરિયાદીએ આ અંગે ડીસા તાલુકા પોલીસ મથકમાં તેની સાથે થયેલી લૂંટની ઘટના અંગે ફરિયાદ નોંધાવી હતી.. જેથી પોલીસે આ સમગ્ર ઘટનામાં બાઈવાડા સબસ્ટેશનના CCTV ફૂટેજના આધારે તપાસ કરતાં આ લૂંટની ઘટનાને અંજામ આપનારા શખ્સો કેમેરામાં કેદ થઈ ગયા હતા. જે બાદ ડીસા તાલુકા પોલીસે આ સમગ્ર ઘટનામાં પોતાના ખાનગી બાતમીદારોને સક્રિય કરી તપાસ હાથ ધરતા આ લૂંટની ઘટનાને અંજામ આપવામાં ભડથ ગામના વિક્રમસિંહ વાઘેલા, ગણપતસિંહ વાઘેલા, પ્રવિણસિંહ વાઘેલા અને મહેન્દ્રસિંહ વાઘેલા હોવાનું સામે આવ્યું હતું.

ડીસામાં 10 દિવસ અગાઉથયેલી લૂંટનો ભેદ ઉકેલાયો, 4 આરોપી ઝબ્બે

જેના બાદમાં પોલીસે પોતાના ખાનગી બાતમીદારોની બાતમીના આધારે બે આરોપીઓને ભડથ તેમના ઘરેથી જ્યારે અન્ય બે આરોપીઓને આખોલ ગામમાથી ઝડપી પાડવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટના અંગે ડીસા તાલુકા પોલીસ ઈન્સ્પેકટર એમ.જે.ચૌધરીએ વધુ વિગત આપી હતી. લૂંટની ઘટનાના ડિટેકશન બાદ પોલીસે મોબાઈલની લે-વેચ કરતાં વેપારીઓને પણ અપીલ કરી છે કે જૂના ફોન ખરીદી કરતી વખતે મોબાઈલનું વેચાણ કરનાર શખ્સોના નામ અને ફોટો આઈ.ડી. લેવા સાથે રજીસ્ટર મેંટઇન કરવા જણાવ્યુ હતુ.

ABOUT THE AUTHOR

...view details