ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં મોટા પ્રમાણમાં ગુજરાતમાં દારૂનું વેચાણ થાય છે. ત્યારે ગુજરાત રાજસ્થાનને અડીને આવેલું હોવાથી ગુજરાતમાં રાજસ્થાનના બુટલેગરો દ્વારા અલગ-અલગ કિમીયાઓ અપનાવી અને ગુજરાતમાં દારૂ પહોંચાડવામાં આવે છે.
રાજસ્થાન પરિવહનની બસમાંથી 7 લાખનો દારૂ જપ્ત, બસચાલકની ધરપકડ
બનાસકાંઠા: જિલ્લો રાજસ્થાનને અડીને આવેલો જિલ્લો હોવાના કારણે અવારનવાર બુટલેગરો દ્વારા મોટા પ્રમાણમાં ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં આવે છે. ત્યારે આજે એટલે રવિવારના રોજ અમીરગઢ પોલીસ દ્વારા અમીરગઢ ચેકપોસ્ટ પાસે ચેકિંગ દરમિયાન રાજસ્થાન પરિવહન નિગમની બસમાંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો.
ત્યારે બનાસકાંઠા જિલ્લોએ રાજસ્થાનને અડીને આવેલો જિલ્લો હોવાના કારણે રાજસ્થાનમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂની ગુજરાતમાં હેરાફેરી કરવામાં આવે છે ત્યારે અમીરગઢ પોલીસને બાતમી મળતા અમીરોગઢ ચેકપોસ્ટ પર નાકાબંધી અને તમામ રાજસ્થાનમાંથી ગુજરાતમાં આવતા સાધનોનું ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં રાજસ્થાન પરિવહનની જોધપુરથી અમદાવાદ જતી બસ નું ચેકિંગ કરતા અંદરથી 7, 14, 300 નો વિદેશી દારૂ મળી આવ્યો હતો. જેથી અમીરગઢ પોલીસે રાજસ્થાન પરિવહન નિગમની બસ અને બસ ચાલક અકબર ખાનની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.