- નહીં યોજાય અંબાજી ચાચરચોકમાં નવરાત્રીના ગરબા
- સતત બીજા વર્ષે પણ ખેલૈયાઓનું સપનું રોળાયુ
- ગરબામાં ભારે ભીડ થવાની શક્યતાને લઈ પણ અંબાજી મંદિરના ચાચરચોકમાં ગરબાનો કાર્યક્રમ મુલતવી
બનાસકાંઠા: મા અંબેનું મૂળ સ્થાન અંબાજી જે 51 શક્તિપીઠ માનુ એક તીર્થસ્થળ માનવામાં આવે છે. જેના નામના ગરબા સમગ્ર ભારત ભરમાં ગવાય છે ને રમાય છે. આસો સુદ માસની નવરાત્રીની ખેલૈયાઓ ભારે આતુરતાથી રાહ જોતા હોય છે પણ આ વખતે નવરાત્રિને કોરોનાનું ગ્રહણ બીજા વર્ષે પણ યથાવત રહ્યું છે. રાજ્ય સરકારે 400 માણસો સુધીની પરવાનગી આપી છે પણ આપ જે ફાઈલ દ્રશ્યો જોઈ રહ્યા છો તે જોતા શક્તિપીઠ અંબાજી મંદિર ચાચરચોકમાં હજારોની મેદની જોવા મળી રહી છે ને આટલી મોટી સંખ્યામાં લોકો એકત્રિત થાય તો કોરોનાનું સંક્રમણ ફેલાવાની શક્યતા રહેલી હોવાથી છેલ્લા 60 વર્ષથી મંદિર ચાચરચોકમાં ગરબાનું આયોજન કરતુ નવયુવક પ્રગતિ મંડળ આ વખતે સતત બીજા વર્ષે પણ ગરબાનો કાર્યક્રમ ન યોજવાનો નિર્ણય લીધા હોવાનુ નવ યુવક પ્રગતિ મંડળ અંબાજીના પ્રમુખ મહેશ પંડ્યાએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: સરકારે ગરબાની મંજૂરી આપતા ખેલૈયાઓમાં જોવા મળી રહ્યો છે અનેરો ઉત્સાહ