બનાસકાંઠાવિકાસ કરી રહેલા ગુજરાતની યશકલગીમાં આજે વધુ એક મોર પીછું ઉમેરાયું છે. જેમાં ગુજરાતમાં સૌપ્રથમવાર ડેડિકેટેડ ફ્રન્ટ કોરિડોર રેલવે ટ્રેકનો પાલનપુરથી શુભારંભ કરાયો છે. બનાસકાંઠામાં ન્યુ પાલનપુર અને અજમેરના મડાર સુધીના 335 કિ.મી. રેલવે ટ્રેકનું સફળ પરીક્ષણ કરાયા બાદ આજે આ ટ્રેક પરમાલગાડીનો પ્રારંભ કરાયો છે. પાલનપુર ખાતે શુભારંભ કરાયેલ રેલવે ટ્રેક પર 100 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકશે. જેનાથી વેપારીઓને ઝડપથી પોતાનો સમાન મળી શકશે.
પાલનપુરથી ડેડિકેટેડ ફ્રન્ટ કોરિડોર માલગાડીની લંબાઈ 1.5 કિમી અને ડબલ ડેકરDFCC ટ્રેક પર બે સ્ટેશનો (Two stations on DFCC track) વચ્ચેનું અંતર 40 કિલોમીટરનું છે. જ્યાં સાદી માલવાહક ટ્રેનના સ્ટોપેજના (Stoppage of freight trains) અંતર 5થી 7 કિલોમીટરે આવે છે. સમગ્ર DFCC રૂટ સંપૂર્ણ ઇલેક્ટ્રિક સિસ્ટમથી (DFCC route from electric system) બનાવાયો છે. અગાઉ જુના ટ્રેક પર ટ્રેનની લંબાઈ માત્ર 750 મીટર હતી. જે નવા DFCC રેલવે ટ્રેક પર માલગાડીની લંબાઈ (Goods train Length on DFCC railway track) 1.5 કિમી અને ડબલ ડેકર છે.
ગુજરાતમાં સૌપ્રથમવાર ડેડિકેટેડ ફ્રન્ટ કોરિડોર રેલવે ટ્રેકનો પાલનપુરથી શુભારંભ કરાયો છે. ગુજરાતમાં સૌપ્રથમવાર ડેડિકેટેડ ફ્રન્ટ કોરિડોર રેલવે ટ્રેકનો પાલનપુરથી શુભારંભ કરાયો છે. દેશમાં આર્થિક વિકાસ વધશેબનાસકાંઠામાં આ ડેડિકેટેડ ફ્રન્ટ કોરિડોર રેલવે ટ્રેકનો શુભારંભ કરાયો છે અત્યાર સુધી પેસેન્જર ટ્રેન અને માલગાડી બંને એક જ ટ્રેક પર દોડતા હોવાથી સમયે અને ખર્ચનો ખુબજ વ્યય થતો હતો પરંતુ હવે માલગાડીઓ માટે અલગ જ રેલવે ટ્રેક બનાવવામાં આવતા ઝડપથી ટ્રાન્સપોર્ટેશન થશે અને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા વધતા સમય અને ખર્ચ ની પણ બચત થશે જેની સીધી અસર આવનારા સમયમાં દેશના GDPમાં પણ થશે અને દેશના આર્થિક વિકાસ થશે.
હવે માલગાડીઓ માટે અલગ જ રેલવે ટ્રેક બનાવવામાં આવતા ઝડપથી ટ્રાન્સપોર્ટેશન થશે અને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા વધતા સમય અને ખર્ચ ની પણ બચત થશે જેની સીધી અસર આવનારા સમયમાં દેશના GDPમાં પણ થશે અને દેશના આર્થિક વિકાસ થશે. સ્પીડમાં રેલવે ટ્રેન યોગ્ય જગ્યાએ પહોંચશેઆ અંગે રેલવે અધિકારી મનીષ અવસ્થિએ જણાવ્યું હતું કે, પહેલાના સમયમાં એક જ રેલવે ટ્રેક પર મુસાફર ટ્રેન અને માલવાહન ટ્રેન ચાલતી હતી. જેના કારણે બને ટ્રેનોનો સમય વધારે બગાડતો હતો, પરંતુ હવે ડેડીકેટેડ ફ્રન્ડ કોરીડોર ટ્રેક મારફતે માલગાડી અલગ ટ્રેક પર ચાલશે. જેના કારણે રેલવેમાં ઘણો બધો ફાયદો થઈ શકશે. સમય કરતાં વધારે સ્પીડમાં રેલવે ટ્રેન યોગ્ય જગ્યાએ પહોંચી શકશે.