ગુજરાત

gujarat

By

Published : Jun 28, 2019, 4:01 PM IST

ETV Bharat / state

લોકોની સુખાકારી માટે બનાવેલી કેનાલ મોતની કેનાલ થઈ સાબિત

બનાસકાંઠા: જિલ્લામાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ જાણે કે મોતની કેનાલ બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. જેમાં જિલ્લામાં આવેલા થરાદ પાસે શુક્રવારે બે બાળકો, મહિલા અને આધેડ સહિત ચાર લોકોના મૃતદેહો મળી આવ્યા હતા. જેને લઈને સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં અરેરાટી વ્યાપી જવા પામી હતી.

લોકોની સુખાકારી માટે બનાવેલી આ કેનાલ મોતની કેનાલ થઈ સાબિત

બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો અને પશુપાલકોની જીવાદોરી માટે નર્મદા નદી બનાવવામાં આવી છે. પરંતુ આ નર્મદાની મુખ્ય કેનાલનો લોકો પાણી માટે ઓછો અને આત્મહત્યા કરવા માટે વધુ ઉપયોગ કરતા હોય તેવું લાગી રહ્યું છે. જેમાં કોઈ એવો મહિનો ભાગ્યે જ પસાર થતો હશે કે, તે મહિનામાં કેનાલમાં પડીને લોકોએ આત્મહત્યા કર્યાની ઘટના સામે ન આવી હોય. શુક્રવારે થરાદ પાસે આવેલી કેનાલમાંથી વધુ ચાર મૃતદેહો મળી આવ્યા હતા.

લોકોની સુખાકારી માટે બનાવેલી આ કેનાલ મોતની કેનાલ થઈ સાબિત

નર્મદાની મુખ્ય કેનાલમાં શુક્રવારની બપોરના સમયે ચાર મૃતદેહો કેનાલમાં તરતા જોવા મળ્યા હતા. ત્યારબાદ સ્થાનિક લોકોએ તાત્કાલિક નગરપાલિકા અને પોલીસ મથકે જાણ કરી હતી. આ બનાવના પગલે સુલતાન મીર સહિત સ્થાનિક તરવૈયાઓની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવીને કેનાલમાં કૂદી પડી હતી. ત્યારબાદ તરવૈયાઓની ટીમ દ્વારા આ ચારેય મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે મહિલાના હાથમાં પહેરેલા કડલા પર કોરાજી કાનાજી ઠાકોર લખેલુ જોવા મળતાં આ ચારેય મૃતદેહો ઠાકોર સમાજના હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે.

આ બનાવના પગલે થરાદ પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. તેમજ મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે થરાદ રેફરલ હોસ્પિટલમાં ખસેડી તેના વાલી વારસોની શોધખોળ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, થરાદ પાસે કેનાલમાં એક મહિનાની અંદર જ 10થી વધુ લોકોએ આત્મહત્યા કરી છે. ત્યારે લોકોની સુખાકારી માટે બનાવેલી આ કેનાલ મોતની કેનાલ સાબિત થઈ રહી છે.

ABOUT THE AUTHOR

...view details