ગુજરાત

gujarat

ETV Bharat / state

પૂર્વ ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા એ અંબાજી ખાતે યોજેલ મહાયજ્ઞની આજે કરાઇ પૂર્ણાહુતી - પૂર્વ ગૃહપ્રધાન પ્રદીપસિંહ દ્વારા મહાયજ્ઞનું આયોજન

ગુજરાત રાજ્યનાં પૂર્વ ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા(Former Home Minister Pradipsinh Jadeja)દ્વારા શક્તિપીઠ અંબાજી ધામ(Shaktipeeth Ambaji Dham)નાં ચાચરચોકમાં ચાર દિવસીય મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની આજે પૂર્ણાહુતી કરવામાં આવી હતી.

પૂર્વ ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા એ અંબાજી ખાતે યોજેલ મહાયજ્ઞની આજે કરાઇ પૂર્ણાહુતી
પૂર્વ ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા એ અંબાજી ખાતે યોજેલ મહાયજ્ઞની આજે કરાઇ પૂર્ણાહુતી

By

Published : Oct 28, 2021, 8:25 PM IST

  • પૂર્વ ગૃહપ્રધાન પ્રદીપસિંહ દ્વારા મહાયજ્ઞનું આયોજન કરવામાં કરાયું
  • ચાર દિવસીય મહાયજ્ઞની આજે પૂર્ણાહુતી કરવામાં આવી હતી
  • હવન મુખ્ય હેતું એ હતો કે, રાજ્યભરમાં સુખ શાંતિ પ્રવર્તે

અંબાજી : પૂર્વ ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા(Former Home Minister Pradipsinh Jadeja) દ્વારા અંબાજી ખાતે(Shaktipeeth Ambaji Dham) ચાર દિવસીય મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેની આજરોજ પૂર્ણાહુતી કરવામાં આવી છે. મહાયજ્ઞમાં વિદ્વાનો, બ્રાહ્નણો દ્વારા વૈદિક મંત્રો થકી ભક્તોને મંત્રમુગ્ધ કર્યા હતાં. મહાયજ્ઞની પૂર્ણાહુતીમાં કેબિનેટ પ્રધાન પ્રદીપ પરમાર(Cabinet Minister Pradeep Parmar), અમદાવાદનાં મહંત દિલીપદાસજી મહારાજ સહીત અનેક સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા.

પૂર્વ ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા એ અંબાજી ખાતે યોજેલ મહાયજ્ઞની આજે કરાઇ પૂર્ણાહુતી

ચાર દિવસીય મહાયજ્ઞની પૂર્ણાહુતી

મહાયજ્ઞમાં વિદ્વાનો અને બ્રાહ્નણો દ્વારા સતત ચાર દિવસ વૈદિક મંત્રો દ્વારા ધાર્મિક વિધિ કરવામાં આવી હતી. મહાયજ્ઞમાં પ્રદીપસિંહ જાડેજાના મત વિસ્તારના અનેક કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. હવન મુખ્ય હેતું એ હતો કે, રાજ્યભરમાં સુખ શાંતિ પ્રવર્તે અને દિવાળીનાં તહેવારો સારી રીતે જાય તેમજ પ્રધાન દિલીપ પરમારે ગુજરાતની જનતાને દિવાળીનાં તહેવારોની શુભેચ્છા પાઠવી હતી.

આ પણ વાંચો : જૂનાગઢ જિલ્લાનાં અતિવૃષ્ટિગ્રસ્ત ખેડૂતો સાથે ETV Bharat ની ખાસ વાતચીત...

આ પણ વાંચો : Grade pay issue : HM Harsh Sanghvi સાથે પોલીસ પરિવારજનોની બેઠક પૂર્ણ, કોઇ સ્પષ્ટતા નહીં

ABOUT THE AUTHOR

...view details