બનાસકાંઠા :અમીરગઢ તાલુકાના રબારીયામાં ફૂડ પોઈઝનિંગનો એક કિસ્સો સામે આવ્યો છે. રબારીયામાં રહેતા આદિવાસી પરિવારે રાત્રે ભોજનમાં દાળ-ઢોકળી બનાવી હતી. જે આરોગ્યા બાદ પરિવારના છ સભ્યોને ખોરાકી ઝેરની અસર થઈ હતી. પરિવારના લોકોને અમીરગઢ CHC ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં એક યુવકનું મોત નીપજ્યું હતું. જ્યારે પાંચ લોકોને વધુ સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
કેવી રીતે બની ઘટના ? અમીરગઢના રબારીયા ગામે મોતીભાઈ સમીરાભાઈ બુંબડીયાના પરિવારમાં રાત્રી ભોજન માટે દાળ ઢોકળીની રસોઈ બનાવવામાં આવી હતી. પરિવારના 6 સભ્યોએ દાળ ઢોકળી આરોગ્ય બાદ તમામની તબિયત અચાનક લથડતા તાત્કાલિક સારવાર માટે અમીરગઢ CHC માં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં મોતીભાઈ બુંબડીયાનું મોત નીપજ્યું હતું. જ્યારે હલ્દીબેન મોતીભાઈ બુંબડીયા, શારદાબેન સમીરાભાઈ બુંબડીયા, પાદરીબેન સોમીરભાઈ બુંબડીયા, પ્રતિજ્ઞાબેન અમરાભાઇ ચૌહાણ અને વિકાસભાઈ અમરાભાઇ ચૌહાણને વધુ સારવાર માટે પાલનપુર સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં આ તમામ લોકોની હાલમાં સારવાર ચાલી રહી છે.
અમીરગઢનામાં એક જ પરિવારના સાત સભ્યો બન્યા ફૂડ પોઈઝનિંગનો ભોગ
દર્દીઓને અહીંથી પાલનપુર રીફર કરવામાં આવી રહ્યાં હતાં. તે દરમિયાન એમ્બ્યુલન્સ 108 માં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. આ સિવાય તેમના પરિવારના 6 સભ્ય અત્યારે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ છે. હાલ તમામ લોકોની તબિયત સુધારા પર છે.-- આરોગ્ય અધિકારી (અમીરગઢ CHC)
પરિવારના મોભીનું મોત :આ ઘટના અંગે અમીરગઢ તાલુકાના આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, બુંબડિયા પરિવારને રાત્રીના ભોજનમાં કંઈક ઝેરી પદાર્થ આવતા ફૂડ પોઈઝનિંગ ની અસર થઈ હતી. જોકે રાત્રે તેમને જાડા ઉલટી થયા પરંતુ તેમણે કોઈને જાણ કરી નહોતી. પરંતુ બીજા દિવસે સવારે તેઓએ આશાબહેનનો સંપર્ક કર્યો અને આશાબહેને પરિવારજનોને પ્રાથમિક સારવાર આપી હતી. પ્રાથમિક સારવાર બાદ પણ કોઈની તબિયતમાં સુધારો ન થતા તેમને અમીરગઢ CHC માં રીફર કરવામાં આવ્યા હતા. ત્યાં સારવાર બાદ તેમની તબિયત સુધારા પર આવી હતી. પરંતુ અચાનક એક દર્દીને ગભરામણ થવા લાગી હતી. પરિસ્થિતિ ગંભીર બનતા તબીબોએ તેમને બચાવવા માટેના પ્રયાસો કર્યા હતા. આ દરમિયાન તે વ્યક્તિનું મોત નીપજ્યું હતું. ઉલ્લેખનિય છે કે, અન્ય દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે.
- Banaskantha News: MLA એ પોલીસ પર આક્ષેપવાળું આવેદનપત્ર કલેક્ટરને આપ્યું, વળતો જવાબ આ હતો
- Banaskantha News : ઘોડા છૂટ્યાં પછી તબેલાને તાળા મારવા બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસની બેઠક મળી