પ્રથમ નોરતે જ વરસાદે વિઘ્ન ઉભો કર્યો હતો. વરસાદ વચ્ચે પણ બાળકો, મહિલાઓ વૃધ્ધો માં અંબાના ગરબાની મોજ માણતા નજરે પડ્યાં હતા. અંબાજી ખાતે ચાચર ચોકમાં યોજાયેલા ગરબામાં પ્રતેક દિવસે ગુજરાતી ફિલ્મના અભિનેતા અને ગાયક કલાકારો ખેલૈયાઓને મનોરંજન પુરુ પાડશે.
અંબાજીમાં પહેલા નોરતે જ ખેલૈયાઓમાં જોવા મળ્યો ઉત્સાહ
અંબાજીઃ યાત્રાધામ અંબાજીમાં નવરાત્રીનાં પ્રથમ દિવસથી જ ચાચરચોકમાં ખેલૈયાઓ હિલોળે ચઢ્યા હતાં. ચાચરચોકમાં ગુજરાત પ્રદેશ ભાજપા યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ રૂત્વીજ પટેલે માતાજીની આરતી ઉતારી હતી.
અંબાજીમાં પહેલા નોરતે જ ખેલૈયાઓમાં જોવા મળ્યો ઉત્સાહ
કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. આ પ્રસંગે રૂત્વિજ પટેલે દેશની શાંતિ સમૃધ્ધિ અને પ્રગતિ માટે માતાજીને પ્રાર્થના કરી હતી.