ગુજરાત

gujarat

ETV Bharat / state

પાલનપુરના ખોડલા ગામના શહિદ જવાનને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય અપાઇ

બનાસકાંઠા: જિલ્લાના પાલનપુર તાલુકાનું ખોડલા ગામ ચોધાર આંસુએ રડી રહ્યું છે. ગામનો યુવાન સરદારભાઈ બોકા BSFમાં ફરજ બજાવતા શહીદ થયો છે. જેને પગલે ગામમાં શોકનો માહોલ સર્જાયો છે. ગુરૂવારે BSFના જવાનો દ્વારા શહીદ જવાનને માનભેર ગાર્ડ ઓફ ઓનર આપી તેમની અંતિમ વિદાય આપવામાં આવી છે.

ETV BHARAT
પાલનપુર

By

Published : Jan 2, 2020, 8:42 PM IST

પાલનપુર તાલુકાના ખોડલા ગામના વતની સરદારભાઈ બોકા છેલ્લા પાંચ વર્ષથી ગુવાહાટી ખાતે BSFમાં ફરજ બજાવતા હતા. પોતાની હક રજા પૂર્ણ કરી ગુવાહાટી પરત ફરી ફરજ પર હાજર થયા હતા. જે બાદ તેઓ ફરજ સ્થળ પર જવા માટે કામાખ્યા રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં ફરજ દરમિયાન અકસ્માતે તેમનું મોત થતા તેમના મૃતદેહને માનભેર વતન લાવવામાં આવ્યો હતો. ગામના દીકરાનું અકાળે અવસાન થતા ગામ હિબકે ચડયું હતું. લોકો સરદારભાઈ બોકની યાદમાં ચોધાર આંસુએ રડી રહ્યા હતા. BSFના જવાનો દ્વારા શહીદને ગાર્ડ ઓફ ઓનર આપી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.

પાલનપુરના ખોડલા ગામના શહિદ જવાનને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય અપાઇ

શહિદ જવાનની અંતિમ વિદાયમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટયું હતું. પરંતુ સૌથી મહત્વની બાબત એ હતી કે, કોઈ ઉચ્ચ અધિકારી હતા કે, ન કોઇ નેતા સ્થાનિક ધારાસભ્યથી લઇ સંસદસભ્ય સુધીના આગેવાનો આ સમગ્ર દુઃખની ઘડીમાં ક્યાંય દેખાયા ન હતા. જેને પગલે સ્થાનિક લોકોમાં રોષ દેખાઈ રહ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details