પવિત્ર નદી ગંગામાં દિવસેને દિવસે ગંદકી કરવામાં આવી રહી છે, ત્યારે હિન્દુ ધર્મના સંતો નિરંતર ગંગા નદીને સ્વચ્છ અને નિર્મળ બનાવવા માંગ કરી રહ્યા છે. છેલ્લા કેટલાય સમયથી સનાતન ધર્મના આસ્થાના પ્રતિક સમા ગંગા, ગીતા, ગાય, ગાયત્રી અને ગોવિંદ પર પ્રહારો થઈ રહ્યા છે. જેમાંનો એક પ્રહાર ગંગા નદીને અશુદ્ધ કરી તેની ઉપર થઈ રહ્યો છે. ગંગા નદીના શુદ્ધિકરણની વાતો થાય છે, ત્યારે સરકાર માત્ર ઘાટોની સફાઈ કરે છે. પરંતુ પવિત્ર ગંગાને અવિરલ અને નિર્મલ વહેતી કરવા કોઈ કાર્ય થતું નથી.
ડીસા ખાતે હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારા પ્રતિક ઉપવાસનું આયોજન કરાયું - Gujarati news
બનાસકાંઠાઃ જિલ્લાના ડીસા તાલુકા ખાતે હિન્દુઓની આસ્થાના પ્રતિક સમી ગંગા અવિરલ અને નિર્મલ રીતે વહેતી થાય તે માટે સ્વામી આત્મબોધાનંદજી દ્વારા છેલ્લા 169 દિવસથી ચાલી રહેલા ઉપવાસ કરવામાં આવી રહ્યા છે. જેના સમર્થનમાં ડીસા ખાતે હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારા પણ પ્રતિક ઉપવાસનું આયોજન કરાયું હતું.
ગંગાને નિર્મલ રીતે વહેતી કરવા સ્વામી આત્મબોધાનંદજી દ્વારા ઉપવાસ આંદોલન ચાલુ કરવામાં આવ્યું હતું. તેના 111 દિવસ બાદ સરકાર દ્વારા તેમની હત્યા કરાઈ હોવાના આક્ષેપ સાથે તેમના શિષ્ય દ્વારા પણ ઋષિકેશ ખાતે આમરણાંત ઉપવાસ શરૂ કરાયા હતા. આ ઉપવાસને આજે 169 દિવસ થયા છે, પરંતુ સરકારના પેટનું પાણી હલતું નથી. જેથી તેમના ઉપવાસ આંદોલનના સમર્થનમાં ડીસા ખાતે હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારા પણ 1 દિવસના પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તેમણે ગંગા એકટ 2012 લાગુ કરવા સરકારને આહ્વાન કર્યું હતું.