ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠામાં ફરી વાદળછાયું વાતાવરણ છવાયું, ખેડૂતો થયા ચિંંતિંત

બનાસકાંઠાઃ જિલ્લામાં ફરી એકવાર વાદળછાયું વાતાવરણ થતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. ખાસ કરીને હાલમાં બટાકાનો પાક લેવાનો સમય હોવાથી ખેડૂતોના પર મોટા નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે ખેડૂતો વરસાદ ન પડે તેવી ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે.

By

Published : Jan 13, 2020, 9:04 PM IST

banskatha
બનાસકાંઠામાં ફરી વાદળછાયું વાતાવરણ થતા ખેડુત ચિંતિત

જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો છે. આકાશ વાદળોથી ઘેરાઈ જતાં ખેડૂતો ચિંતીત બન્યા છે. છેલ્લા એક વર્ષની અંદર સતત કમોસમી માવઠું અને વાતાવરણ પલ્ટાના કારણે ખેડૂતોને અત્યાર સુધી કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. ત્યારે ફરી પાછો વહેલી સવારથી જ વાતાવરણમાં પલ્ટો આવતાં ખેડૂતો ચિંતાતુર બન્યા છે.

રવી સીઝનની શરૂઆત થતા ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણો વાવવા છતાં પણ મોટું નુકસાન થયું હતું. ત્યાર બાદ હવે વળી પાછો પાક તૈયાર થઇ ગયો છે અને જ્યારે પાક લેવાનો વારો આવ્યો ત્યારે કમોસમી માવઠું અને વાતાવરણમાં પલ્ટો આવતા અને ખેડૂતોને ફરી નુકસાન થવાની ભીતિ સેવાય છે. થયેલા માવઠાના કારણે બનાસકાંઠા જિલ્લામાં જીરૂ, બટાકા, એરંડા સહિતના પાકને નુકસાન થઇ શકે તેમ છે.

બનાસકાંઠામાં ફરી વાદળછાયું વાતાવરણ થતા ખેડુત ચિંતિત

તેવામાં હવે સરકાર જ પૂરતી સહાય આપે તેમ ખેડૂતો ઇચ્છી રહ્યા છે. હાલમાં ખેડૂતો મોટા ભાગે પોતાના ખેતરમાં પાક લઈ રહ્યા છે, ત્યારે વરસાદ થાય તો ખેડૂતોને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે હાલ તો ખેડૂતો ભગવાનને એક જ પ્રાર્થના કરી રહ્યા છે કે, કમોસમી વરસાદ બનાસકાંઠા જિલ્લામાં પડે નહીં જેથી પોતાના પાકને નુકસાન ના થાય.

ABOUT THE AUTHOR

...view details