ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોનો અનોખો પ્રયોગ, ડ્રોનની મદદથી ખેતરમાં કરી રહ્યા છે દવાનો છંટકાવ - Banaskantha news

બનાસકાંઠા જિલ્લાને પછાત જિલ્લો માનવામાં આવે છે, પરંતુ આ પછાત જિલ્લાના ખેડૂતોએ ખેતીમાં ગજબની પ્રગતિ કરી છે અને પોતાની કોઠા સૂજથી દિવસેને દિવસે ખેતીને સરળ બનાવી વિકસિત ખેતી કરી રહ્યા છે. જિલ્લાના ખેડૂતો હવે ડ્રોન (Drone) મદદથી ખેતરમાં દવાનો છંટકાવ કરી રહ્યા છે.

ખેડૂતોનો અનોખો પ્રયોગ
ખેડૂતોનો અનોખો પ્રયોગ

By

Published : Jul 12, 2021, 7:43 PM IST

  • બનાસકાંઠા જિલ્લોએ ખેતી આધારિત જિલ્લો
  • બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ખેતીમાં કરી રહ્યા છે ટેકનોલોજીનો ઉપયોગ
  • ડીસાના ખેડૂતે ડ્રોનની મદદથી ખેતરમાં કરી રહ્યા છે દવાનો છટકાવ


બનાસકાંઠા : જિલ્લો આમ તો વર્ષોથી ખેતી આધારિત જિલ્લો છે, વર્ષોથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો નાની-મોટી ખેતી સાથે જોડાયેલા હતા અને દિવસેને દિવસે ટેકનોલોજીમાં વધારો થતાં હવે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ખેતી તરફ આગળ વધી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પોતાનામાં રહેલી આવડતના આધારે અલગ અલગ પ્રકારની ખેતી કરી રહ્યા છે અને વર્ષે લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. વર્ષો પહેલા જ્યાં બનાસકાંઠા જિલ્લો રણ જેવો હતો તે આજે હરિયાળો જોવા મળી રહ્યો છે.

બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોનો અનોખો પ્રયોગ
ખેડૂતોને ખેતીમાં મુશ્કેલીબનાસકાંઠા જિલ્લો વર્ષોથી પછાતપણાનું કલંક વેઠી રહેલા આ જિલ્લાનો મુખ્ય વ્યવસાય ખેતીનો વ્યવસાય છે અને મોટી સંખ્યામાં લોકો ખેતી કરીને પોતાનું જીવન ગુજરાન ચલાવે છે. બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી હોવાના લીધે ખેતીમાં પાણીનો ઉપયોગ પર કરકસરથી કરવામાં આવતો હોય છે. આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોને સહુથી મોટી મુશ્કેલી કોઈ હોય તો તે છે ખેતરમાં દવાનો છંટકાવ કરવાની કામગીરી કરવી. ખેડૂત પોતાના ખેતરમાં દવાનો છંટકાવ કરે છે, ત્યારે તે દવા ખેડૂતના શરીર સાથે ચોંટી જવા ઉપરાંત શ્વાસમાં પણ જતી હોવાના લીધે ખેડૂતોને મોટું શારીરિક નુકસાન થાય છે અને ખેતરમાં દવાનો છંટકાવની કામગીરીથી ખેડૂતો પરેશાન થઈ ઉઠતાં હોય છે.
ખેડૂતોનો અનોખો પ્રયોગ
બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોનો અનોખો પ્રયોગ

આ પણ વાંચો :ડ્રેગન ફ્રૂટની ખેતી માટે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના હેઠળ બાગાયત ખાતા દ્વારા ખેડૂતોને સહાય આપવાનો પ્રારંભ


પ્રથમવાર ખેતીમાં ડ્રોનથી દવાનો છટકાવ

ત્યારે ખેતીમાં દવાનો છંટકાવ કરવાની કામગીરી કેટલી પડકાર જનક છે તે અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે, ડીસાના તાલુકાના રાણપુર ગામના ખેડૂતે ખેડૂતો માટેની આ મુશ્કેલીનો હલ લાવવાનો પ્રયાસ કર્યો અને જે રીતે ડ્રોનની મદદથી ફોટોગ્રાફી અને વીડિયો ગ્રાફી થઈ શકતી હોય તો ખેતી કેમ ન થઈ શકે તે વિચારના પગલે ડ્રોનની મદદથી દવાનો છંટકાવ કરવાનો વિચાર લાવ્યો હતો.તેમણે વધુમાં જણાવ્યું કે,ખેડૂત તેના ખેતરમાં ડ્રોનની મદદથી દવાનો છંટકાવ કરી રહ્યા છે. કનવરજી વાધણિયાએ જણાવ્યુ હતું કે, ડ્રોનની મદદથી દવાનો છંટકાવ કરવાથી દવાનો છંટકાવ ખૂબ જ સારી રીતે થાય છે અને તેમાં પાણીનો ઉપયોગ પણ ખૂબ જ ઓછો કરવો પડે છે. આ ઉપરાંત ડ્રોનની મદદથી દવાનો છંટકાવ કરવાથી દવાની હાનિકારક અસરથી ખેડૂતને રક્ષણ મળે છે.

ખેડૂતોનો અનોખો પ્રયોગ
ખેડૂતોનો અનોખો પ્રયોગ
આ પણ વાંચો : નર્મદા જિલ્લાના ખેડૂતો કમલમ ફ્રુટની ખેતી તરફ વળ્યા
ખેડૂતોનો અનોખો પ્રયોગ
ખેડૂતોનો અનોખો પ્રયોગ

ખેતીમાં અવનવી ક્રાંતિ સર્જી

બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો જે રીતે આધુનિકતાના રંગે રંગાઈને ખેતીમાં અવનવી ક્રાંતિ સર્જી રહ્યા છે તે ખરેખર આશ્ચર્યચકિત કરી નાંખે તેમ છે. ત્યારે ડીસા તાલુકાનાં રાણપુર ગામના આ ખેડૂત દ્વારા કરવામાં આવેલા આધુનિક પ્રયાસને નિહાળવા માટે આજે ડીસાના ધારાસભ્ય પણ પહોંચી ગયા હતા અને આ ખેડૂતની ખેત પધ્ધતિથી પ્રભાવિત જોવા મળ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details