બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 2 મહિનાથી 8 કેન્દ્રો પર રાયડાની ખરીદી કરવામાં આવી રહી હતી, પરંતુ આજે સવારથી જ અચાનક તમામ કેન્દ્રો પર ખરીદી બંધ કરતા ખેડૂતોએ હંગામો મચાવ્યો હતો. જો કે, શરુઆતથી અધિકારીઓની ઢીલી નીતિના કારણે ખેડૂતો પરેશાન થઈ રહ્યા હતા. આ અંગે અગાઉ પણ ખેડૂતોએ વારંવાર રજૂઆત કરવા છતાં, પણ તંત્ર દ્વારા કોઈ જ દરકાર ન લેવામાં આવતી ન હતી. આખરે તમામ ખર્ચ કેન્દ્ર પર રાખવાનું બદલી કરવામાં આવી છે, ત્યારે 70 ટકાથી પણ વધુ ખેડૂતોને રાયડો વેચવાનો બાકી છે.
બનાસકાંઠામાં રાયડાની ખરીદી અચાનક બંધ થતાં ખેડૂતોએ મચાવ્યો હંગામો - turbulent agitation
બનાસકાંઠાઃ જિલ્લામાં રાયડો ખરીદી મામલે આજે ખેડૂતોએ હંગામો મચાવ્યો હતો. છેલ્લા 2 મહીનાથી ચાલી રહેલી ખરીદી અચાનક આજે બંધ કરી દેવામાં આવતા બાકી રહેલા ખેડૂતોએ ખરીદ કેન્દ્રો જઈ હંગામો કરી આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
લાખણી તાલુકામાં 6 હજારથી વધુ ખેડૂતોએ નોંધણી કરવી હતી, જેમાંથી 2 મહિના દરમિયાન માત્ર 200 ખેડૂતોનો જ રાયડો ખરીદવામાં આવ્યો છે. બાકીના ખેડૂતો છેલ્લાં 15 દિવસથી ધક્કા ખાઈ રહ્યા હોવા થતાં છતાં ગોકળગાયની ગતિએ ચાલતી રાયડા ની ખરીદી આજે વહેલી સવારથી જ અચાનક બંધ કરવામાં આવતા ખેડૂતો રોષે ભરાયા હતા. વધુમાં ખેડૂતોએ લાખણીમાં ખરીદ કેન્દ્ર આગળ રાયડાની બોરીઓ ભરેલા ટ્રેક્ટરો વચ્ચોવચ મુકી ચક્કાજામ કરી દીધો હતો અને હંગામો મચાવી સરકાર સામે રોષ વ્યકત કર્યો હતો. ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે, અધિકારીઓએ બારોબાર ખરીદી કરી ભ્રષ્ટાચાર આચાર્યો છે અને વેપારીઓ અને વચેટીયાઓનો માલ બારોબાર ખરીદતા સાચા ખેડૂતો રહી ગયા છે. જો કે, આ મામલે સ્થાનિક ગોડાઉન મેનેજર અશોક મકવાણાએ ખેડૂતોના આક્ષેપો નકારી ગાંધીનગરથી કેન્દ્ર બંધ કરવાની સૂચના મળી હોવાનું જણાવ્યું હતું.
એક તરફ સરકાર દ્વારા ખેડૂતોને રાહત મળે તે માટે ટેકાના ભાવે ખરીદી તો શરૂ કરાઇ હતી, પરંતુ હજુ બનાસકાંઠામાં 20 ટકા જેટલો રાયડો ખરીદવામાં આવ્યો છે અને 80 ટકા ખેડૂતોનો માલ ખરીદવા નો બાકી ત્યારે અચાનક ખરીદી બંધ કરતા ખેડૂતો રોષે ભરાયા છે જેનો ભોગ સરકારે બનવું પડે તો નવાઈ નહીં.