- કોરોના વાઈરસની મહામારીમાં વિદ્યાર્થીઓ સંક્રમણ ન વધે તે માટે શાળાઓ બંધ
- ચાર મહિનાના સમયગાળા બાદ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવા માટે શાળામાં આવશે
- બોર્ડની પરીક્ષાના રીપીટર વિદ્યાર્થીઓ માટે તમામ કેન્દ્રોને સેનીટાઇઝર કરાયા
- આવતીકાલે તમામ વિદ્યાર્થીઓને કોરોના ગાઇડલાઇન મુજબ પરીક્ષા માટે પ્રવેશ અપાશે
બનાસકાંઠા: આવતીકાલથી સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાઓ (Board examination for standard 10 and 12 students) શરૂ થઇ રહી છે. તે અંતર્ગત બનાસકાંઠા જિલ્લાની તમામ પરીક્ષા કેન્દ્રો આજે સેનીટાઇઝર કરવામાં આવ્યા હતા અને આવતીકાલથી જ્યારે પરીક્ષાઓ શરૂ થઈ રહી છે તેને લઈને વિદ્યાર્થીઓ માટે બેઠક વ્યવસ્થા અને કોરોના ગાઇડલાઇન મુજબ પ્રવેશ આપવા માટેની પણ તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો: ધોરણ 10 અને 12ના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા ગુરૂવારથી થશે શરૂ
કોરોનામાં શાળાઓ બંધ
છેલ્લા બે વર્ષથી કોરોના વાઈરસ (Corona virus)ની મહામારીના કારણે તમામ શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. ખાસ કરીને વધતાં જતાં કોરોનાવાઈરસના કેસના કારણે વિદ્યાર્થીઓમાં કોરોના વાઈરસનો સંક્રમણ ન વધે તે માટે સરકાર દ્વારા ગુજરાતની તમામ શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી. ચાલુ વર્ષે પણ કોરોના વાઈરસની વિકરાળ મહામારીના કારણે બોર્ડની તમામ પરીક્ષાઓ બંધ કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવાની શરૂઆત કરવામાં આવી હતી. છેલ્લા બે વર્ષથી શાળાઓ બંધ રહેતા તેની સીધી અસર વિદ્યાર્થીઓ પર જોવા મળી રહી છે. આ વર્ષે પણ જે પ્રમાણે કોરોના વાઈરસનું સંક્રમણ વધ્યું હતું તેના કારણે બનાસકાંઠા જીલ્લાની તમામ શાળાઓ પણ બંધ કરવામાં આવી હતી જેના કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્ય પર મોટી અસર જોવા મળી રહી છે.
ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ રદ્દ
ચાલુ વર્ષે જે પ્રમાણે કોરોના વાઈરસ (Corona virus)ની મહામારી વધી હતી તેના કારણે અસંખ્ય લોકો મોતને ભેટયા હતા. ત્યારે ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓમાં કોરોના વાઈરસનું સંક્રમણ ન વધે તે માટે તમામ શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી. દિવસેને દિવસે જે પ્રમાણે કોરોના વાઈરસની મહામારી ફેલાઈ રહી હતી તેના કારણે ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ પણ રદ્દ કરવામાં આવી હતી અને આ તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી પાસ કરવામાં આવ્યા હતા.
ત્યારે ચોક્કસથી કહી શકાય કે, જે પ્રમાણે કોરોના વાઈરસનું સંક્રમણ હતું તેના કારણે સરકાર દ્વારા શાળાઓ બંધ કરવામાં આવતા તેની સીધી અસર વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્ય પર જોવા મળી હતી. તો આ તરફ ગુજરાત સરકાર દ્વારા રીપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું ન હતું અને કોરોના વાઈરસની મહામારી ઓછી થાય ત્યારે આ તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનો સરકારે નિર્ણય કર્યો હતો.