બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લામાં નવ વિધાનસભાની (Gujarat Assembly Election 2022)બેઠકો છે. જેમાંથી 6 કોંગ્રેસ પાસે છે જ્યારે 2 ભાજપ પાસે છે. પરંતુ હવે આગામી સમયમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા નારાજ નેતાઓ બનાસકાંઠા જિલ્લામાં પક્ષ છોડી અન્ય પક્ષમાં જોડાઈ રહ્યા છે. આમ તો વર્ષોથી બનાસકાંઠા જિલ્લોએ કોંગ્રેસનો ગણવામાં આવે છે. પરંતુ હવે આ ઘટનામાં ગાબડું પાડવા માટે ભાજપના નેતાઓ મેદાનમાં ઉતરી ગયા છે.
તમામ પક્ષો પોતાના પક્ષને મજબૂત કરવાનું કર્યું શરૂ - વિધાનસભાની ચૂંટણી પહેલા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે આવી ચૂક્યા છે. અમિત શાહે પણ નડાબેટ ખાતે મુલાકાત કરી છે. જ્યારે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પણ અવારનવાર બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓમાં પક્ષને મજબૂત કરવા માટે બેઠકો યોજી રહ્યા છે. ત્યારે ચોક્કસ કહી શકાય કે બનાસકાંઠા જિલ્લામાં વિધાનસભાની (Banaskantha Assembly Seat) ચૂંટણી પહેલા દરેક પોતાના પક્ષને મજબૂત કરવા માટે અત્યારથી જ કાઉન્ટ-ડાઉન શરૂ કરી દીધું છે.
વડગામના પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાયા -બનાસકાંઠા જિલ્લાના વડગામના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મણિ વાઘેલા આજે ભાજપમાં જોડાયા છે. જેમાં વડગામના મગરવાડામાં ખાતે વિશ્વાસ સંમેલનમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કોંગ્રેસ પૂર્વ ધારાસભ્ય મણિ વાઘેલાને ખેસ (Manilal Vaghela joined BJP) પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા. ગુજરાત 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા કેટલાક રાજકીય નેતાઓ એક પક્ષમાંથી બીજા પક્ષમાં જોડાઈ રહ્યા છે. જેમાંથી કોંગ્રેસથી નારાજ કોંગ્રેસના વડગામ પૂર્વ ધારાસભ્ય મણી વાઘેલા ભાજપમાં જોડાતા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.