ગુજરાત

gujarat

ETV Bharat / state

દાંતામાં 300 જેટલા બુથ કેન્દ્રો પર EVM અને VVPET મશીનો કરાયા રવાના

અંબાજી: આજે લોકસભાની ચૂંટણી યોજાનાર છે, ત્યારે તેને લઈને સમગ્ર વહીવટી તંત્ર સજ્જ બની ગયું છે. જેને લઇને તમામ મતદાન કેન્દ્રો પર EVM સહિત VVPET મશીનોને રવાના કરી દેવામાં આવ્યા છે. જોકે દાંતા વિધાનસભા બેઠક પર દાંતા તાલુકાના 192 અને અમીરગઢ તાલુકાના 108 મતદાન કેન્દ્રો પર 2 લાખ 28 હજાર ઉપરાંત મતદારો મતદાન કરશે.

EVM અને VVPET મશીનો

By

Published : Apr 23, 2019, 1:40 AM IST

મતદાનને લઇને ઉભા કરવામાં આવેલા 300 જેટલા બુથ કેન્દ્રો પર સંપુર્ણ સજ્જ કરાયેલાં EVM અને VVPET મશીનો કુલ 44 જેટલા રૂટ પર રવાના કરવામાં આવ્યા હતા. આ સમગ્ર પ્રક્રિયામાં 1800 જેટલો પોલીંગ અને પોલીસ સ્ટાફને તૈનાત કરાવામાં આવ્યો છે. દાંતા તાલુકામાં 24 જેટલાં મતદાન મથકો પરથી વેબકાસ્ટિંગ પણ થવાનું છે. આ વિસ્તારમાં મહત્તમ 29 મતદાન મથકો એવાં આવેલા છે, જ્યાં મોબાઇલમાં નેટવર્ક કનેક્ટ ન થતુ હોવાથી તેવી જગ્યા પર કોમ્યુનિકેશન રાખવા માટે વાયરલેશ સેટની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

દાંતામાં EVM અને VVPET મશીનો રવાના કરાયા

આ ઉપરાંત 81 જેટલા સંવેદનશીલ મતદાન મથકો પર પોલીસની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે આ સમગ્ર પક્રિયામાં મોટા ભાગે શિક્ષકો જોડાયા છે. તેઓને દેશના ઘડતર માટેની મહત્વની કામગીરી કહી શકાય તેવી ચુંટણીની કામગીરી મળતા તેઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details