- આણંદનો ખેડુત અંબાજી ચાચરચોકમાં છેલ્લા 19 વર્ષથી પોતાના શરીર પર 501 દિવડાની આરતી કરે છે
- ચાચરચોકમાં ખેલૈયાઓએ ગરબાની મોજ માણી
- ખેડૂત પુત્રને ટેક પુરી કરવા ચોકમાં આરતી કરવાની પરવાનગી આપી
અંબાજી : છેલ્લા 19 વર્ષથી માં અંબાના ચાચરચોકમાં આણંદના એક ખેડૂત પુત્ર દ્વારા નવરાત્રી(Navratri 2021) દરમિયાન સાતમાં નોરતે માતાજીના ચોકમાં 501 દિવડાની આરતી પોતાના શરીરે લઈને માતાજીની આરાધના કરે છે. આ વખતે ગરબા (Garba 2021) બંધ હોવા છતાં આ ખેડૂત પુત્રને માતાજીના ચોકમાં આરતી કરવાની પરવાનગી આપવામાં આવી હતી. જેને લઈ ખેડૂતપુત્રએ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી અને માતાજીની 501 દિવડાની આરતી પોતાના શરીર ઉપર રાખીએ આરતી ઉતારી હતી જોકે આ ખેડૂત પુત્રએ જણાવ્યું હતું કે, મારે ખેતીવાડીમાં સારી ઉપજ થાય તેવી માતાજીની ટેક લીધી હતી અને છેલ્લા 19 વર્ષથી મારી ટેક હું પૂરી કરતો આવ્યો છુ.
ખેડૂત પુત્રને ટેક પુરી કરવા ચોકમાં આરતી કરવાની પરવાનગી આપી