ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા ચૂંટણીલક્ષી પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

બનાસકાંઠા: થરાદ વિધાનસભાની પેટા ચૂંટણીને અનુલક્ષીને પાલનપુર ખાતે કલેકટર અને ચૂંટણી અધિકારી સંદીપ સાંગલેની અધ્યક્ષતામાં પાલનપુર કલેક્ટર કચેરી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી.

બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા ચૂંટણીલક્ષી પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

By

Published : Sep 23, 2019, 7:22 PM IST

થરાદ વિધાનસભાની પેટા ચૂંટણીને અનુલક્ષીને પાલનપુર ખાતે કલેકટર અને ચૂંટણી અધિકારી સંદીપ સાંગલેની અધ્યક્ષતામાં પાલનપુર કલેક્ટર કચેરી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં કલેકટરએ જણાવ્‍યું કે, ચૂંટણીપંચ દ્વારા તારીખ 24 સપ્‍ટેમ્બર 2019ના રોજ થરાદ વિધાનસભાની પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણીની તારીખ જાહેર થતાં જ આદર્શ આચારસંહિતા અમલી બની છે. થરાદ વિધાનસભાની પેટા ચૂંટણી 21 ઓક્ટોબરના રોજ યોજાશે અને મતગણતરી 24 ઓક્ટોબરના રોજ યોજવામાં આવશે.

બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા ચૂંટણીલક્ષી પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

થરાદ વિધાનસભા મતવિસ્તારમાં કુલ 2,17,803 મતદારો છે. જેમાં પુરૂષ-1,15,684 અને સ્ત્રી 1,02,119 છે તથા ૬૧૩ દિવ્યાંગ મતદારો છે. થરાદ વિધાનસભા વિસ્તારમાં કુલ 260 મતદાન મથકો છે. થરાદ વિસ્તાર રાજસ્થાન રાજયને અડીને આવેલો છે, તેથી ચૂંટણી પંચની માર્ગદર્શીકા પ્રમાણે બોર્ડર વિસ્તારના અધિકારીઓ સાથે બેઠક યોજી કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details