ઉત્તર ગુજરાતમાં ભૂંકપના આંચકા, તંત્ર એલર્ટ - BNS
બનાસકાંઠાઃ વાયુ વાવાઝોડાના એલર્ટ વચ્ચે અંબાજીમાં 2.3 તીવ્રતાના ભૂંકપના આંચકા અનુભવાયા છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ભૂંકપના આંચકા અનુભવાયા છે. એકતરફ વાયુ વાવાઝોડાને પગલે ગુજરાતના 10 જિલ્લા હાઈએલર્ટ પર છે, ત્યારે બીજી તરફ ઉત્તર ગુજરાત ભૂંકપથી હચ મચી ગયુ છે. સાંજના સુમારે વાવાઝોડુ ત્રાટકે તે પહેલા ઉત્તર ગુજરાતમાં ભૂંકપના આંચકા અનુભવાયા છે.
ભૂંકપનું કેન્દ્ર બિંદુ પાલનપુરથી 32 કિલોમીટર દૂર હોવાનું જાણા મળ્યું છે. અંબાજીમાં 2.3 તીવ્રતાનો ભૂંકપનો આંચકો આવ્યો હોવાની વિગતો મળી છે. બીજી તરફ સામખાયડીમાં ભારે પવન ફૂંકાયો છે અને માંડવીમાં દરિયાઈ મોજા ઉછળ્યા છે. ભૂંકપના પગલે તંત્ર એલર્ટ થયું છે. તેમજ કોઈ નુકશાન ન પહોંચે તે માટે તાત્કાલિક ધોરણે સુરક્ષા-વ્યવસ્થા ઉભી કરાઈ છે. બીજી તરફ મુખ્યપ્રધાન પણ આ ઘટનાનું લાઈવ મોનીટરીંગ કરી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ એક અઠવાડિયા પહેલા પણ ભૂંકપના આંચકા અનુભવાયા હતા.