ગુજરાત

gujarat

ETV Bharat / state

લાખણી તાલુકામાંથી ડુપ્લીકેટ વોટર આઈડી કૌભાંડ ઝડપાયું - Duplicate water ID in lakhani

બનાસકાંઠાના લાખણી ખાતે આવેલા સી.એસ.સી. સેન્ટર ઉપર અમુક પ્રકારના સોફ્ટવેરનો ઉપયોગ કરી બિનઅધિકૃત રીતે નકલી ચૂંટણી કાર્ડ એક ઈસમ કાઢી આપતો હોવાની માહિતીને આધારે દિયોદર પ્રાંત અધિકારીએ લાખણી ખાતેના સી.એસ.સી. સેન્ટરના સંચાલક વિરુદ્ધ આગથળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેને લઈને પોલીસે આરોપીની અટકાયત કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Duplicate water ID
લાખણી તાલુકામાંથી ડુપ્લીકેટ વોટર આઈડી કૌભાંડ ઝડપાયું

By

Published : Sep 6, 2020, 11:07 AM IST

બનાસકાંઠા : લાખણીના એક શિક્ષકનું ચૂંટણી કાર્ડ નંબર IK02211340 ખોવાઇ ગયેલ હોવાથી નવા ચૂંટણી કાર્ડની જરૂરિયાત ઉભી થતાં લાખણી ગ્રામ પંચાયત કચેરી આગળના ભાગે આવેલા નેશનલ સી.એસ.સી.સેન્ટર ખાતે ચૂંટણી કાર્ડમાં સુધારા વધારા કરી આપવામાં આવતા હોવાની માહિતી મળતાં તેઓ સી.એસ.સી. સેન્ટર ધરાવતા યુવક પાસે જઇ ચૂંટણી કાર્ડ બનાવવા જણાવતા ચૂંટણી કાર્ડમાં સુધારો કરીને ચૂંટણી કાર્ડ કાઢી આપ્યું હતું. જે સુધારાવાળી પ્રિન્ટ શિક્ષક લાખણી તાલુકા સેવા સદન ખાતે ખરાઇ કરાવવા જતાં ચૂંટણી કાર્ડમાં બિન અધિકૃત રીતે ચેડાં કરાયો હોવાની તંત્રને જાણ થઇ હતી. જે ચૂંટણીકાર્ડ પ્રાથમિક રીતે બનાવટી હોવાનું જણાતા દિયોદર પ્રાંત અધિકારીએ લાખણી નેશનલ સી.એસ.સી. સેન્ટર ઉપર જઇ કોમ્પ્યુટરના સી.પી.યુ. લઇ સંચાલક પાસે કોમ્પ્યુટર ચાલુ કરાવી ચકાસણી કરતાં તેના કોમ્પ્યુટરમાં sk prints.xyzPORTAL સોફ્ટવેરમાં ચૂંટણી કાર્ડની વિગતોમાં સુધારા-વધારા જણાતાં અને તેના દ્વારા અરજદારને નકલી આપતા હોવાનું જણાતાં ભારતના ચૂંટણી પંચના મતદાર તરીકે માન્ય પુરાવા એવા એપીક કાર્ડ જેવા દેખાતા બનાવટી એપીક કાર્ડ બિનઅધિકૃત રીતે કાઢવા તેમજ મતદાર નોંધણી અધિકારીની બનાવટી ડિજિટલ સહીવાળા દસ્તાવેજ ઉભા કરતાં દિયોદર નાયબ કલેક્ટર મહેન્દ્રભાઇ દેસાઇએ નેશનલ સી.એસ.સી. સેન્ટરના સંચાલક અમૃતભાઈ વસાભાઇ માજીરાણા (રહે. લાખણી) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.

લાખણી તાલુકામાંથી ડુપ્લીકેટ વોટર આઈડી કૌભાંડ ઝડપાયું
જો કે, લાખણી ગ્રામપંચાયતના આગળના ભાગમાં એક કાપડની દુકાનમાં નેશનલ સી.એસ.સીનું બોર્ડ મારેલા એક ટેબલ ઉપર લેપટોપ અને પ્રિન્ટર રાખીને ડુપ્લીકેટ દસ્તાવેજો બનાવતા અમરત મજીરાણાની પોલ ખુલી જતા તેને રાતોરાત બોર્ડ હટાવી લઈને તે ફરાર થઈ ગયો હતો. આ બાબતે આગથળા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરતાં જાણવા મળ્યું કે, અમરત માજીરાણા નામના આરોપીએ તેના ફેસબુક ફ્રેન્ડ પાસેથી ચૂંટણીકાર્ડ અને આધારકાર્ડ કાઢવાનો ઓનલાઈન સોફ્ટવેર રૂ. 2000માં લીધો હતો. લાખણીના નેશનલ સી.એસ.સી. સંચાલકને કોઈ અજાણ્યા સુનિલકુમાર નામના શખ્સ ફેસબુક પર મિત્રતા કરી સરકાર માન્ય આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ કાઢવા માટે રૂ.2000માં sk prints.xyz PORTAL સોફ્ટવેર આપ્યું હતું. ત્યારબાદ મોબાઈલ નં. 8078693669 દ્વારા વોટ્સએપ કોલથી વાત કરી વોટ્સએપ દ્વારા જ સોફ્ટવેર, યૂઝરનેમ અને પાસવર્ડ આપ્યો હતો. ત્યારબાદ તેને લાખણીમાં સેન્ટર ખોલીને લોકોને ચૂંટણીકાર્ડ સહિત અનેક દસ્તાવેજો કાઢી આપતો હતો. જોકે, પોલીસે આમાં કોઈ અન્ય વ્યક્તિ સંડોવાયેલા છે કે, નહીં તેની તપાસ હાથ ધરી છે.લાખણી પંથકમાં મોટાભાગના લોકો ઓછું ભણેલા હોવાથી આવા ઠગ ભગતો ઓનલાઈન કામકાજ માટેના સેન્ટરો ખોલીને લોકોને ડુપ્લીકેટ દસ્તાવેજો કાઢી આપતા હોય છે. જો કે, બાદમાં અજાણાતાં આવા લોકો જોડે દસ્તાવેજો કઢાવનાર લોકો ફસાઈ જતાં હોવાથી લોકોને ચેતવાની જરૂર છે.

ABOUT THE AUTHOR

...view details