ગુજરાત

gujarat

ETV Bharat / state

અહલાદક આબુ, ઝરણા વહી ગયા રીંછ ફેમિલી સાથે ફરવા નીકળ્યું

આબુમાં વરસાદી ઝરણાઓ વહેતા માઉન્ટના જંગલ વિસ્તારમાં વિચારતા રીંછો વરસાદી પાણીથી ભરાયેલા પાણીમાં નહાવાની મજા માણતાંનો વિડિયો સામે આવ્યો હતો. માઉન્ટ આબુમાં લગાતાર ભારે વરસાદના લીધે જળબંબાકાર થઈ ગયો છે. મુખય માર્ગ ક્ષતિગ્રસ્ત થયો હોવાથી મોટા વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. Heavy Rain in Mount Abu Forest Area of Mount

ભારે વરસાદના કારણે માઉન્ટ આબુમાં કુદરતી સૌંદર્ય છવાતા બહાર આવ્યા રીંછ
ભારે વરસાદના કારણે માઉન્ટ આબુમાં કુદરતી સૌંદર્ય છવાતા બહાર આવ્યા રીંછ

By

Published : Aug 23, 2022, 7:11 PM IST

Updated : Aug 23, 2022, 8:26 PM IST

બનાસકાંઠામાઉન્ટ આબુમાં વરસાદી માહોલ (Heavy Rain in Mount Abu) જામ્યો ગુજરાતને અડીને આવેલા રાજેસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં વરસાદના કારણે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. જેમાં ભારે વરસાદથી માઉન્ટ આબુમાં મુખ્ય માર્ગ ક્ષતિગ્રસ્ત થતા મોટા વાહનો પર પ્રતિબંધ મુકાયો છે.

આ પણ વાંચોCold In Mount Abu: માઉન્ટ આબુમાં માઇનસ-4 ડીગ્રી ઠંડી, બનાસકાંઠા પણ ઠંડીમાં ઠુંઠવાયું

પ્રકૃતિનો નયનમ્ય નજારોગુજરાતમાં શ્રાવણ મહિનાના જન્માષ્ટમી, શીતળા સાતમ સહિતના તહેવારોની (Shitla Satam Festivals) લઈ મોટી સંખ્યામાં માઉન્ટ આબુમાં જતા હોય છે. તેની પ્રકૃતિનો નયનમ્ય નજારાનો લ્હાવો લેતા હોય છે. જોકે સારા વરસાદના પગલે મોનટાબુનો ઝરણાઓ નદી નાળાઓ વહેવા લાગ્યા છે. જેમાં જંગલ વિસ્તારમાં વસતા રીંછોના અનેરા વિડીયો વાયરલ થયા છે, પરંતુ આ રીંછોના રમુજી વિડીયો જોઈને તમે પણ ચોકી જશો.

રાજસ્થાનનું એકમાત્ર હિલ સ્ટેશન રીંછ કુદરતી સૌંદર્ય માણવા બહાર આવ્યા રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન (Hill Station in Rajasthan) અને પર્વતીય નગરી ગણાતા માઉન્ટ આબુમાં એકધારો ધોધમાર વરસાદ પડી રહ્યો છે. માઉન્ટ આબુમાં ઝરણાઓ (Springs in Mount Abu) પુર જોશમાં વહી રહ્યાં છે. મુખ્ય આકર્ષણના કેન્દ્રબિંદુ નખી તળાવ (Nakhi Lake Mount Abu) કેટલાય દિવસોથી ઓવરફલો થઇ વહી રહ્યું છે. આ માટે સહેલાણીઓને નખી તળાવ નજીક ન જવા દેવા માટે સ્થાનિક પ્રશાસન દ્વારા એલર્ટ કરવામાં આવેલા છે. ત્યાં પોલીસ ખડકી દેવામાં આવી છે.

આ પણ વાંચોવરસાદ બાદ મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં ધુમ્મસનું રાજ

મોટા વાહનો પર પ્રતિબંધ ભારે વરસાદથી બે દિવસ પહેલા માઉન્ટ જતા મુખ્ય માર્ગ પર ભારે વરસાદથી બિસ્માર હાલતમાં મુકાઇ જતા તંત્ર દ્વારા રસ્તો એક માર્ગીય કરી દેવામાં આવેલા છે. માઉન્ટમાં હાલમાં મોટા વાહનો પર પ્રતિબંધ લાદવામાં આવેલો છે. જે માટે માત્ર નાના વાહનો જ ટોલનાકાથી પસાર કરવામાં આવે છે, પરંતુ માઉન્ટ આબુમાં લગાતાર વરસાદના પડી રહી છે. માઉન્ટ આબુમાં વરસાદી ઝરણાઓ વહેતા જંગલ વિસ્તારમાં (Forest Area of Mount) વિચારતા રીંછો (Bears Thinking in Forest Area) વરસાદી પાણીથી ભરાયેલ પાણીમાં નહાવાની મજા માણતાં હોવાનો વિડિયો વાયરલ થયો છે.

Last Updated : Aug 23, 2022, 8:26 PM IST

ABOUT THE AUTHOR

...view details