બનાસકાંઠા: ડુંગરપુરીજી મહારાજની ગુરુધૂણીએ જવાનો રસ્તો કરાયો બંધ કરાતા સંત સમાજમાં રોષ
અંબાજી: ગબ્બર વિસ્તારમાં ડુંગરપુરીજી મહારાજની ગુરુધૂણીએ જવાનો રસ્તો બંધ કરવા મામલે સંત સમાજમાં રોષ જોવા મળ્યો હતો. આ રસ્તા ઉપર ચુંદડીવાળા માતાજીના આશ્રમ અને ગુરુધુણી તરફ જવા માટે એક જ રસ્તો હતો, જ્યાં એક માર્ગ પર ચુંદડીવાળા માતાજી દ્વારા જર્જરિત રસ્તાઓના નવીનિકરણ કરવામાં આવ્યો હતો.
મળતી માહીતી મુજબ અંબાજી ગબ્બર વિસ્તારમાં ડુંગરપુરીજી મહારાજની ગુરુધૂણીએ જવાનો રસ્તો બંધ કરવા મામલે અનેક સંતોમાં રોષ જોવા મળ્યો હતો. અંબાજી આસપાસના વિસ્તારમાંથી અનેક સાધુ સંતો સહિત અમીરગઢ વિસ્તારના માનીતા સંત કાલાબાપજી પણ આ જગ્યાએ પહોંચીને ગુરુધુણીએ જવાના માર્ગને કાયમી અને સ્વતંત્ર ખોલો મુકવાની માંગ કરી હતી. જોકે આ સમગ્ર મામલે કાલાબાપજીના આનુયાઈયો તથા ચુંદડીવાળા માતાજીના આનુયાયીઓએ સાથે મળીને આ સમગ્ર મામલે ચર્ચાનો દોર ચલાવતા મુખ્યમાર્ગની પાસે અન્ય એક માર્ગ આપવાની સહમતી દર્શાવતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો.