ગુજરાત

gujarat

ETV Bharat / state

દિયોદરમાં પીવાના પાણીની પાઇપલાઇન તૂટતા રોગચાળાની દહેશત - Drinking water pipeline

બનાસકાંઠા: દિયોદરમાં પીવાના પાણીની પાઈપલાઈન તૂટી જતાં બીમારની દહેશત ફેલાવાની પૂરેપૂરી શક્યતાઓ છે. જેમાં પીવાના પાણીની પાઈપલાઈન તૂટી જતા ત્યાંથી પસાર થઈ રહેલું ગંદુ પાણી ભળતા ગામમાં રોગચાળો ફેલાય તેવી દહેશત લોકોને સતાવી રહી છે. જોકે આ અંગે જાણ થતાં જ મામલતદાર તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી પાણી પુરવઠા વિભાગને જાણ કરી હતી.

Banaskantha

By

Published : Aug 11, 2019, 10:06 AM IST

બનાસકાંઠાના દિયોદરમાં લોકો રોગચાળાની દહેશત વચ્ચે જીવી રહ્યા છે. અહીં મામલતદાર કચેરી પાસેથી પસાર થતી પાણીની પાઇપ લાઇન છેલ્લા બે દિવસથી તૂટી ગઈ છે અને ત્યાંથી પસાર થતું ગટરનું ગંદુ પાણી પણ પીવાના પાણીની પાઇપલાઇનમાં ભળી રહ્યું છે અને આ પાઇપ લાઇનનું પાણી દિયોદર અને આજુબાજુના ગામોમાં જાય છે. ત્યારે, આ પીવાનું પાણી દૂષિત થતા અને તે પીવાના પાણીમાં ભળતા રોગચાળાની દહેશત સેવાઇ રહી છે.

દિયોદરમાં પીવાના પાણીની પાઇપલાઇન તૂટતા રોગચાળાની દહેશત, ETV BHARAT

આ અંગે સ્થાનિકોએ પાણી પુરવઠા વિભાગને જાણ કરી હોવા છતાં પણ કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતા શનિવારે જાગૃત નાગરિકોએ જાણ કરતા દિયોદર મામલતદાર તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણી પુરવઠા વિભાગને તાત્કાલિક પાઇપ લાઇન રીપેર કરવા જણાવ્યું હતું. અને જો પાણી પુરવઠા વિભાગ દ્વારા તેને ગંભીરતાથી લઇ પાઈપ લાઇન રીપેર નહિં કરે તો કલેક્ટરને રજુઆત કરી પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે તેવુ જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details