ગુજરાત

gujarat

ETV Bharat / state

ડીસામાં માવાના ગોડાઉન પર જિલ્લા ફૂડ વિભાગના દરોડા, માવાના સેમ્પલ FSLમાં મોકલાયા

બનાસકાંઠા જિલ્લામાં દિવાળીને અનુલક્ષીને મીઠાઇ અને ફરસાણમાં થતી ભેળસેળ અટકાવવા માટે ફૂડ વિભાગ દ્વારા ડીસાના કોલ્ડ-સ્ટોરેજમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ ગોડાઉનમાં શંકાસ્પદ માવાનો જથ્થો મળી આવતા અધિકારીઓ દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા છે. આ સેમ્પલને તપાસ અર્થે FSLમાં મોકલવામાં આવ્યા છે.

District Food Department raids Mawa's godown in Disa
ડીસામાં માવાના ગોડાઉન પર જિલ્લા ફૂડ વિભાગના દરોડા

By

Published : Nov 6, 2020, 8:26 PM IST

  • તહેવારને લઈ અખાદ્ય વસ્તુના વેચાણમાં વધારો
  • ડીસામાં માવાના ગોડાઉન પર ફૂડ વિભાગના દરોડા
  • ફૂડ વિભાગની કામગીરીથી અન્ય વેપારીઓમાં ફફડાટ

બનાસકાંઠાઃ જિલ્લામાં દિવાળીને અનુલક્ષીને મીઠાઇ અને ફરસાણમાં થતી ભેળસેળ અટકાવવા માટે ફૂડ વિભાગ દ્વારા ડીસાના કોલ્ડ-સ્ટોરેજમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ ગોડાઉનમાં શંકાસ્પદ માવાનો જથ્થો મળી આવતા અધિકારીઓ દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા છે. આ સેમ્પલને તપાસ અર્થે FSLમાં મોકલવામાં આવ્યા છે.

ડીસામાં માવાના ગોડાઉન પર જિલ્લા ફૂડ વિભાગના દરોડા

તહેવારને લઈ અખાદ્ય વસ્તુના વેંચાણમાં વધારો

હિંદુ ધર્મનો સૌથી મોટો પર્વ દિવાળી નજીક આવી રહ્યો છે. ત્યારે જિલ્લામાં અખાદ્ય ચીજવસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધી રહ્યુ છે. ખાસ કરીને દિવાળીના પર્વને લઇને વેપારીઓ નજીવા પૈસા કમાવાની લ્હાયમાં ગ્રાહકો સાથે છેતરપિંડી કરતા હોય છે. ત્યારે હાલમાં પર્વને લઇ જિલ્લાની બજારોમાં મોટી સંખ્યામાં ગ્રાહકો ખરીદી કરવા માટે જોવા મળી રહ્યા છે. ગ્રાહકો દ્વારા બજારોમાંથી સૌથી વધુ કરિયાણું, તેલ, ઘી અને મીઠાઈઓની ખરીદી કરવામાં આવતી હોય છે. તો જિલ્લામાં અખાદ્ય ચીજ વસ્તુઓ બનાવવાની શરૂવાત થઈ ગઈ છે. પરંતુ આ વર્ષે સરકાર પણ આવા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવા તૈયાર છે.

ડીસામાં માવાના ગોડાઉન પર ફૂડ વિભાગના દરોડા

દિવાળી આવતાની સાથે જ ફૂડ વિભાગ સક્રિય થઇ જાય છે. તો ઠેર ઠેર ખાદ્ય-સામગ્રીના સેમ્પલ લઈ કામગીરી કરી હોવાનો સંતોષ માને છે. બનાસકાંઠા જિલ્લામાં પણ છેલ્લા પંદર દિવસથી ફૂડ વિભાગની ટીમો ખાદ્ય સામગ્રીઓ બનાવતી, વેચાણ કરતી ફેકટરીઓ અને દુકાનોમાં તપાસ હાથ ધરી છે. શુક્રવારે ડીસા પાસે આવેલા એક કોલ્ડ સ્ટોરેજમાં પણ ફૂડ વિભાગે દરોડા પાડયા હતા. અહીંથી શંકાસ્પદ માવાનો જથ્થો મળી આવ્યો હતો. આ ફૂડ વિભાગની ટીમે વિવિધ માવાની પ્રોડક્ટના સેમ્પલ લઇ વધુ તપાસ અર્થે FSLમાં મોકલવાની તજવીજ હાથ ધરી હતી. આ કોલ્ડ સ્ટોરેજમાં કુલ 6 ટન જેટલો માવાનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હતો, ત્યારે ફૂડ વિભાગે અલગ-અલગ જથ્થામાંથી સેમ્પલ લીધા છે. તેમજ આ 6 ટન શંકાસ્પદ માવાનો જથ્થો 6 અલગ-અલગ વેપારીઓનો હતો. તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

ફૂડ વિભાગની કામગીરીથી અન્ય વેપારીઓમાં ફફડાટ

શુક્રવારે ફૂડ વિભાગના દરોડાથી જિલ્લામાં ખાદ્ય સામગ્રીઓનો વેચાણ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે, જો કે ફૂડ વિભાગની કામગીરી સામે પણ અનેક સવાલો થઈ રહ્યા છે. જિલ્લામાં ડીસા શહેરમાં ડુપ્લીકેટ ચીજવસ્તુઓનું ખુબ જ વેંચાણ થાય છે. જે અંગે અનેક વાર ફરિયાદો કરવામાં આવતી હોય છે. ત્યારે ફુડ વિભાગ માત્ર તહેવાર સમયે જ થોડા ઘણા સેમ્પલ લઈ ઉત્કૃષ્ટ કામગીરી કરી હોવાનો સંતોષ માને છે

  • સેમ્પલ લીધેલા માવાના વેપારીઓ

1.ખંડેરવાલ ડેરી પ્રોડક્ટ (પાલનપુર)

2.જય અંબે ડેરી પ્રોડક્ટ (મડાના)

3.દિલીપ કુમાર રામપાલ યાદવ( કરનાળા)

4.સાલેકરામ યાદવ

5.સહદેવરામ યાદવ ( કરનાળા)

6.એ.પી માવાવાલા (ડીસા)

ABOUT THE AUTHOR

...view details