અંબાજી: બનાસકાંઠા જિલ્લાના આદિવાસી વિસ્તાર (Tribal areas of Banaskantha) એવાં દાંતા અને અમીરગઢ તાલુકા (Tribal Women In Banaskantha)ની આદિવાસી બહેનો જાતે જ પગભર બને તે માટે યાત્રાધામ અંબાજી ખાતે જિલ્લા કલેક્ટર આનંદ પટેલના હસ્તે બન્ને તાલુકાની 600 જેટલી બહેનોને શાકભાજીના બિયારણવાળી કિટ વિતરણ (Distribution Of Vegetable Seeds Banaskantha) કરવામાં આવી છે.
600 જેટલી બહેનોને શાકભાજીના બિયારણવાળી કિટ વિતરણ. 8 પ્રકારની શાકભાજીના બિયારણનું વિતરણ કરવામાં આવ્યું
કાર્યક્રમમાં આદિવાસી બહેનોને આ બિયારણનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યુ હતુ. બનાસકાંઠા જિલ્લાના જનજાતિ કલ્યાણ આશ્રમ (janjati kalyan ashram banaskantha) અને નયન સિડ્સ પાલનપુર (nayan seeds palanpur)નાં યશવંતભાઇ પટેલ દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં આદિવાસી બહેનોને આ બિયારણનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ વિતરણ કરાયેલી કિટમાં 8 જેટલી વિવિધ પ્રકારની શાકભાજીના બિયારણનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે આદિવાસી બહેનો પોતાના ખેતરમાં વાવેતેર (Vegetable Farming In Banaskantha) કરી શાકભાજીનો પાક મેળવી જાતે જ પગભર બને તેવા આશય સાથે આ કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો:Deesa Corona Third Wave Start: ડીસાની શાળામાં શિક્ષક અને વિધાર્થીની કોરોના પોઝિટિવ
29 ગામની બહેનોને સેનેટરી પેડનું વિતરણ
29 ગામની બહેનોને સેનેટરી પેડની વિતરણ યોજનાની પણ આજથી શરૂઆત કરવામાં આવી છે. શાકભાજીના બિયારણની કિટનું વિતરણ જ્યાં પાણીની વ્યવસ્થા હોય તેવા વિસ્તારની બહેનોને આ શાકભાજીના બિયારણની કિટ વિતરણ કરવામાં આવી છે, જેથી તેઓ સરળતાથી શાકભાજીના પાક મેળવી શકે, એટલું જ નહીં 29 ગામની બહેનોને સેનેટરી પેડની વિતરણ (Sanitary pad distribution In Banaskantha) યોજનાની પણ આજથી શરૂઆત કરવામાં આવી છે. સેનેટરી પેડ રોટરી ક્લબ પાલનપુર (Rotary Club of Palanpur) દ્વારા જિલ્લા કલેક્ટરના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા. આ વિસ્તારની આદિવાસી મહિલાઓ સફળ થયા બાદ અન્ય જિલ્લાઓની આદિવાસી મહિલાઓને જાતે પગભર કરવાના કાર્યક્રમ આયોજીત કરવામાં આવશે.
આ પણ વાંચો:Nadabet Border Banaskantha: BSFના જવાનો દ્વારા નવા વર્ષની ઉજવણી, કોરોના સંક્રમણને જોતા દેશવાસીઓને કરી ખાસ અપીલ