ગુજરાત

gujarat

By

Published : Oct 12, 2019, 9:35 AM IST

ETV Bharat / state

ડીસામાં 20 વર્ષ જૂના કેસમાં કોર્ટના ચુકાદા સામે વર્તમાન ધારાસભ્યનો ખુલાસો

ડીસાઃ એડિશનલ ચીફ જ્યુડિશિયલ કોર્ટે 20 વર્ષના જૂના કેસમાં ડીસાના ધારાસભ્ય વિરૂદ્ધ ચુકાદો આપ્યો હતો, ત્યારબાદ ધારાસભ્યએ કોર્ટમાં અરજી કરી હતી અને કોર્ટે ધારાસભ્યની સજા તાત્કાલિક અસરથી સ્થગિત કરી હતી. પરંતુ, આ ઘટનાના અહેવાલોમાં ધારાસભ્યને સજા થઈ હોવાની માહિતી અપાઈ હતી. જેથી આ અહેવાલ અંગે ખુલાસો આપવા અને કેસ અંગેની સ્પષ્ટતા કરવા માટે ધારાસભ્યએ પત્રકાર પરિષદ યોજી હતી.

કોર્ટના ચુકાદા સામે વર્તમાન ધારાસભ્યનો ખુલાસો

ડીસા નગરપાલિકા કચેરીના સરકારી કામમાં અવરોધ બનાવવા આરોપસર ચાલતાં 20 વર્ષ જૂના કેસમાં ડીસાના વર્તમાન ધારાસભ્યને દોષિત ઠેરવવામાં આવ્યાં હતા. જેમાં તેમને 500 રૂપિયાનો દંડ અને ત્રણ મહિનાની કેદની સજા ફટકારવામાં આવી હતી, ત્યારબાદ ધારાસભ્યએ કોર્ટમાં અરજી કરી હતી. જેથી કોર્ટે તાત્કાલિક અસરથી ધારાસભ્યની સજા સ્થગિત કરી હતી. પરંતુ, કેટલાક મીડિયાએ ધારાસભ્યને સજા થઈ હોવાના અહેવાલો રજૂ કર્યા હતાં. જેથી ધારાસભ્યએ મીડિયાને કેસ અંગેનો ખુલાસો આપવા માટે પત્રકાર પરિષદ યોજી હતી.

ડીસામાં 20 વર્ષ જૂના કેસમાં કોર્ટના ચુકાદા સામે વર્તમાન ધારાસભ્યનો ખુલાસો

મળતી માહિતી પ્રમાણે, વર્ષ 1999માં પ્રકાશભાઈના પ્રમુખ પદના કાર્યકાળમાં શશીકાન્ત પંડ્યા પાલિકાના તત્કાલીન ચીફ ઓફિસર ગંગારામ સોલંકી ઓફિસ સુપ્રિટેડેન્ટ સાથે બોલચાલી કરી હતી. ઓફિસમાં શાંતિનો ભંગ કરી કર્મચારીઓના ફરજમાં અવરોધ ઉભો કરી ફાઈલોનો તોડફોડ કરી પુરાવાનો નાશ કરવાની કોશિશ કરી હતી. જે અંગે ડીસા વર્તમાન ધારાસભ્ય શશીકાન્ત પંડ્યા સામે ભારતીય ફોજદારી ધારા કલમ327,470,186 અને 504 મુજબનો ગુનો નોંધાયો હતો.

આ કેસની સુનવણી નામદાર કોર્ટના એડિશનલ જ્યુડિશલ મેડજિસ્ટ્રેટની કોર્ટમાં કરવામાં આવી હતી. જેમાં ધારાસભ્ય શશીકાન્ત પંડ્યાને દોષિત ઠેરવીને ત્રણ મહિનાની કેદની સજા અને 500 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો, ત્યારબાદમાં ધારાસભ્યએ કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી. જેને ધ્યાનમાં લઈ કોર્ટે તાત્કાલિક અસરથી ધારાસભ્યની સજાને સ્થગિત કરી છે. પરંતુ, મીડિયાએ ધારાસભ્યને સજા થઈ હોવાના અહેવાલો પ્રકાશિત કર્યા હતાં. માટે કેસની હકીકત જણાવવા અને ખુલાસો રજૂ કરવા અર્થે તેમને પત્રકાર પરિષદ યોજી હતી.

ABOUT THE AUTHOR

...view details