ગુજરાત

gujarat

ETV Bharat / state

ડીસામાં હેર સ્પા માટે ગયેલી યુવતિ સાથે છેડતી, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી - Jalaraam temple in Deesa city

ડીસા શહેરમાં હેર સ્પા કરાવવા ગયેલી સગીરા સાથે છેડતી કરાવામાં આવી હતી. જેથી સગીરા દ્વારા પોલીસને જાણ કરાવમાં આવી હતી અને પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

ડીસામાં છેડતીનો બનાવઃ આરોપી વિરૂદ્ધ નોંધાય ફરીયાદ
ડીસામાં છેડતીનો બનાવઃ આરોપી વિરૂદ્ધ નોંધાય ફરીયાદ

By

Published : Oct 18, 2020, 5:24 PM IST

  • બનાસકાંઠાના ડીસામાં છેડતીનો બનાવ
  • રાષ્ટ્રીય આયોગના સભ્ય દ્વારા આરોપીને સજા આવાની કરાઇ માંગ
  • આરોપી વિરૂદ્ધ IPC કલમ 354(A) અને પોસ્કો કલમ 8 મુજબ નોંધાયો ગુનો

બનાસકાંઠાઃ ડીસા શહેરના જલારામ મંદિર સામે આવેલા સ્ટુડિયો-11 સલુન એન્ડ સ્પામાં હેર સ્પા કરાવવા ગયેલી સગીરા સાથે છેડતી કરાવામાં આવી હતી. સગીરાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

ડીસામાં સ્પા સેન્ટરમાં છેડતીનો બનાવ

ડીસા શહેરના જલારામ મંદિર સામે આવેલ રેજીમેન્ટ રોડ પર આવેલા ગોલ્ડ માઇલ્ડ સ્ટોન શોપિંગ સેન્ટર બીજા માળ પર "સ્ટુડિયો-11 સલુન એન્ડ સ્પા" આવેલું છે. જેમાં ગુરૂવારના રોજ બપોરે સાડા ત્રણેક વાગ્યાના સુમારે એક સગીરા હેર સ્પા કરાવવા માટે ગઇ હતી. જે દરમિયાન સ્ટુડિયો-11 માં કામ કરતાં સુશીલ હંસરાજ યાદવે "બેક મસાજ" કરવાનું કહીને અંદરના રૂમમાં લઈ ગયા બાદ સ્ટોપર બંધ કરી હતી. આથી સગીરાએ સ્ટોપર કેમ બંધ કરો છો તેમ કહેતાં સુશીલ યાદવે અહીનો રૂલ્સ છે. તેમ કહી સગીરા સાથે ગેરવર્તન કર્યું હતું. આથી સગીરા દ્વારા પોલીસને ફોન કરવાનું કહેતાં સુશીલ યાદવે સ્ટોપર ખોલતા સગીરા બહાર દોડી સ્પાના અન્ય લોકો સાથે આપવીતી જણાવી હતી.

ડીસામાં છેડતીનો બનાવઃ આરોપી વિરૂદ્ધ નોંધાય ફરીયાદ
સગીરાએ ડીસા ઉત્તર પોલીસ મથકે કરી જાણસગીરાએ ડીસા શહેર ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે સુશીલ હંસરાજ યાદવ સામે IPC કલમ 354(A) અને પોસ્કો કલમ 8 મુજબ ગુનો નોંધી વધુ તપાસ PI જે. વાય. ચૌહાણ દ્વારા ચલાવવામાં આવી રહ્યી છે.રાષ્ટ્રીય આયોગના સદસ્ય દ્વારા આરોપીઓને કડક સજા આપવાની માગડીસામાં સ્પા સેન્ટરમાં બનેલી ઘટના નિંદનીય છે અને આવી ઘટનાને અજામ આપનારા લોકોને કડક સજા કરવી જોઈએ. ખાસ કરીને બહારથી આવતા લોકો કોઈ અન્ય ગુનામાં છે કે નહીં તે દિશામાં તપાસ કરી અને ત્યાર બાદ જ આવા લોકોને નોકરી આપવી જોઈએ. જેનાથી અવાર નવાર બનતી છેડતી અને દુષ્કર્મની ઘટનાઓ અટકી શકે તેમ છે.

ABOUT THE AUTHOR

...view details