- રાજ્યસભાની ચૂંટણીમાં દિનેશ પ્રજાપતિનું નામ નોમિનેટ
- તેઓ જિલ્લાથી લઈને રાજ્ય લેવલે અલગ-અલગ ફરજો નિભાવી ચૂક્યા છે
- દિનેશ પ્રજાપતિએ ભાજપના તમામ આગેવાનોનો આભાર માન્યો
બનાસકાંઠા: ભાજપના કાર્યકર્તા દિનેશ પ્રજાપતિની રાજ્યસભાના ઉમેદવાર માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. ભાજપે ફરી એકવાર સાબિત કર્યુ છે કે, નિષ્ઠાવાન અને અદના કાર્યકર્તાઓને પાર્ટીમાં કદર કરીને તેમને યોગ્ય સ્થાન આપવામાં આવે છે.
બનાસકાંઠા જિલ્લાના પ્રાણ પ્રશ્નો તેમજ ઉત્તર ગુજરાતના પ્રશ્નોને વાચા મળે તે અંતર્ગત કામ કરશે
ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રદેશ અને બૂથ લેવલના કાર્યકર્તા દિનેશ પ્રજાપતિને ભાજપે રાજ્યસભા માટે નોમિનેટ કર્યા છે. છેલ્લા 40 વર્ષથી ભાજપ માટે કામ કરતા દિનેશ પ્રજાપતિને જિલ્લાથી લઈને રાજ્ય લેવલે અલગ-અલગ ફરજો નિભાવી ચૂક્યા છે. આજે જ્યારે રાજ્યસભા માટે નોમિનેટ કર્યા છે ત્યારે તેમણે ભાજપના તમામ આગેવાનોનો આભાર માન્યો હતો. જો તે રાજ્યસભાની ચૂંટણી તે તો આગામી સમયમાં બનાસકાંઠા જિલ્લાના પ્રાણ પ્રશ્નો તેમજ ઉત્તર ગુજરાતના પ્રશ્નોને વાચા મળશે તે માટે કામ કરશે.
દિનેશ પ્રજાપતિ રાજ્યસભાની ચૂંટણીમાં નોમીનેટ દિનેશ પ્રજાપતિનો ઇતિહાસ
મૂળ અનાવાડીયાના દિનેશભાઈ જેમલભાઈ પ્રજાપતિનો જન્મ 28/07/1962ના રોજ થયો હતો. તેઓ ભાજપના કન્વીનર, જિલ્લા ભાજપના મહામંત્રી, ગુજરાત પ્રદેશ યુવા ભાજપના કોષાધ્યક્ષ, બનાસકાંઠા યુવા ભાજપના પ્રમુખ, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના ડિરેક્ટર તરીકે કાર્યરત હતા. તેમજ બક્ષીપંચ મોરચા ગુજરાત પ્રદેશ ભાજપમાં પ્રમુખ તરીકે કાર્યરત છે.