ધીરેન્દ્ર શાસ્ત્રી કરશે અંબાજીમાં નવરાત્રી, દિવ્ય દરબારની તડામાર તૈયારીઓ શરૂ બનાસકાંઠા: લોકોમાં આગવું આસ્થાનું કેન્દ્ર બની રહેલા ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજ એક વાર ફરી ગુજરાતના મહેમાન બની રહ્યા છે. ત્યારે આગામી નવરાત્રીના તહેવારથી તેમની આ ગુજરાત યાત્રાની શરૂઆત થઈ રહી છે. નવરાત્રીના પ્રથમ નોરતે યાત્રાધામ અંબાજી ખાતે બાબાના દિવ્ય દરબારની શરૂઆત થનાર છે. જેને લઇને અંબાજીમાં તડામાર તૈયારીઓ થઈ રહી છે. જેના ભાગરૂપે આજે ઇસ્કોન ગ્રુપના પ્રવીણભાઈ કોટક દ્વારા અંબાજી ખાતે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજના કાર્યક્રમની માહિતી આપવા માટે ઇસ્કોન ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.
ત્રિદીવસીય આયોજન: આગામી તારીખ 15 ઓક્ટોબરના રોજ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી કથાની શરૂઆત થશે. ત્યારબાદ બીજા નોરતે કથાના બીજા દિવસે પરચા ખોલવામાં આવશે. કથાના ત્રીજા દિવસે તારીખ 17 ઓક્ટોબરના કથાનું સમાપન થશે. ત્યારબાદ 18 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર સુધી અમદાવાદ ખાતે કથાનું ત્રિદીવસીય આયોજન કરવામાં આવશે. ત્યારબાદ તારીખ 21,22 અને 23 ઓક્ટોબરના રોજ બાબાની કથા પઠાણકોટ ખાતે યોજવામાં આવશે.
"સનાતન ધર્મના હિમાયતી એવા પરમ પૂજ્ય પંડિત શ્રી ધીરેન્દ્ર શાસ્ત્રીજીનો અહીંયા અંબાજી ધામની અંદર આ પાવન ભૂમિ ની અંદર એક શક્તિ ભક્તિ અને શ્રદ્ધાનો એક સહયોગ થઈ રહ્યો છે ત્યારે આ માતા અંબાના ધામમાં દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. બાગેશ્વર ધામથી જે એમની શક્તિ અને ભક્તિ લઈને આવી રહ્યા છેઠ-- પ્રવીણ કોટક (આયોજક અંબાજી)
માતા અંબાજી ગર્વ:વધુમાં જણાવ્યું કે, "આ પછાત વિસ્તારની અંદર આદિવાસી વિસ્તારની અંદર ભાવિક ભક્તોને વધુને વધુ લાભ મળે 30 મે ના રોજ અંબાજીની અંદર બાગેશ્વર ધામથી બાગેશ્વર મહારાજ અહીંયા માતા રાણીના દર્શન કરવા આવ્યા હતા. એ ટાઈમે માતાજીનો એમનો કંઈક સંકલ્પ કર્યો હશે અથવા તો એમને કંઈ પ્રેરણા કરી હશે કે અહીંયા મારે દરબાર ની અંદર દિવ્ય દરબાર કરવો છે. એટલે આ નવરાત્રી પર્વની અંદર એમને આ પ્રેરણા થઇ અને ઇસ્કોન ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવ્યું અને આ વિસ્તારની અંદર ગુજરાતની ધરાની અંદર આ માતા અંબાજી ગર્વ છે.
શાસ્ત્રી મહારાજના આશીર્વાદ લે એવી વિનંતી:ત્યારે આ બાજુના વિસ્તારના લોકોને 15 તારીખ 16 તારીખ 17 તારીખ પહેલી નવરાત્રી ત્રણ દિવસનો આયોજનની અંદર અને ત્રીજા દિવસે 17મીએ પુનરાવર્તી સંસ્થાએ હનુમાન કથાનું આયોજન અને હનુમાન ચાલીસા ઉપર આખું આયોજન કરવામાં આવ્યું છે. ત્રણ દિવસનું આ ભવ્ય કાર્યક્રમની અંદર પરમ પૂજ્ય આદરણીય પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ મળ્યા છે. મહાન સંતો અને રાજ્યના મહાન સંતો અને રાજ્યના પ્રધાન ધારાસભ્યો અને ઇન્ડસ્ટ્રીઝના મોટા મોટા મહાનુભાવો અહીંયા જ્યારે આવવાના છે. ત્યારે આ અંબાજીમાં યોજનાના ત્રણ દિવસ દરબાર ની અંદર બે થી ત્રણ લાખ લોકો અહીંયા લાભ લેશે એવું લાગી રહ્યું છે. વધુમાં વધુ લોકો લાભ લે અને માં અંબાના ચરણોમાં અને દિવ્ય દરબાર ની અંદર પૂજ્ય ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજના આશીર્વાદ લે એવી વિનંતી.
- Ambaji Prasad Controversy : પ્રસાદમાં ભેળસેળ મામલે મોહિની કેટર્સનું પોણા ત્રણ કરોડનું પેમેન્ટ અટકાવ્યું, નવી કંપનીમાં પણ છીંડા ?
- Bhadarvi Poonam Melo : ભાદરવી પૂનમ મેળાના પ્રસાદમાં વપરાતું ઘી અખાદ્ય હતું ?, જિલ્લા કલેક્ટરે આપી માહિતી