ગુજરાત

gujarat

By

Published : Apr 18, 2019, 6:26 PM IST

ETV Bharat / state

2 રૂપિયા કે પોટલી જોઈતી હોય તો લઇ લેજો, પરંતુ વોટ તો કોંગ્રેસને જ આપજો

બનાસકાંઠાઃ ધાનેરાના ધારાસભ્ય નાથાભાઈ પટેલે ધાખા ગામની કોંગ્રેસની સભામાં જણાવ્યું હતું કે "બે રૂપિયા કે પોટલી જોઈતી હોય તો લઇ લેજો પણ વોટ તો કોંગ્રેસ ને જ આપજો". આવાં ઉચ્ચારણો નેતાના મુખમાંથી સાંભળતા લોકોની કિંમત માત્ર બે રૂપિયા અને પોટલીની ગણતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી હતી.

બે રૂપિયા કે પોટલી જોઈતી હોય તો લઇ લેજો પણ વોટ તો કોંગ્રેસ ને જ આપજોઃ

લોકસભાની ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે ત્યારે દરેક પક્ષ પોતાની જીત માટે ગામડે ગામડે સભાઓ કરી રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના ઉમેદવાર પર્થીભાઇ ભટોળે આજે ધાનેરા વિસ્તારમાં સભા સંબોધી હતી.

બે રૂપિયા કે પોટલી જોઈતી હોય તો લઇ લેજો પણ વોટ તો કોંગ્રેસ ને જ આપજો

જેમાં પહેલી સભા ધાનેરા ધારાસભ્ય નાથાભાઈ પટેલના ગામ ધાખામાં જનતાનું સંબોધન કર્યુ હતું. જયાં ધાનેરાના ધારાસભ્ય નથાભાઈ પટેલે બફાટ કરતા જણાવ્યું હતું કે, "બે રૂપિયા કે પોટલી જોઈતી હોય તો લઇ લેજો પણ વોટ તો કોંગ્રેસ ને જ આપજો". ધાનેરાના ધારાસભ્યએ લોકોના વોટની કિંમત માત્ર બે રૂપિયા અને પોટલી જ ગણતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી હતી. તો વધુમાં ધારાસભ્યએ એ પણ જણાવ્યું હતું કે, "જે આપણને છેતરે તેને છેતરવા જોઈએ, આતો રાજકારણ છે"

ABOUT THE AUTHOR

...view details