ગુજરાત

gujarat

ETV Bharat / state

અંબાજીના જર્જરિત બસ સ્ટેશનના ડિમોલીશનની કામગીરી શરૂ, અંદાજે 8 કરોડના ખર્ચે આધુનિક બસ સ્ટેશન બનાવાશે - demolition process

ગુજરાતના પવિત્ર યાત્રાધામ અંબાજીમાં લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય છે. જે પૈકી મોટાભાગના શ્રદ્ધાળુઓ એસ.ટી બસના માધ્યમથી માતાજીના દર્શનાર્થે આવતા હોય છે. 50 વર્ષથી જૂનું અંબાજીનું બસ સ્ટેશન અત્યંત જર્જરિત હોવાથી તંત્ર દ્વારા તેના ડિમોલિશનની કામગીરી શરુ કરવામાં આવી છે.

અંબાજીના જર્જરિત બસ સ્ટેશનના ડિમોલીશનની કામગીરી શરૂ
અંબાજીના જર્જરિત બસ સ્ટેશનના ડિમોલીશનની કામગીરી શરૂ

By

Published : Jul 19, 2021, 9:03 PM IST

  • અંબાજી બસ સ્ટેશનના ઈમારત પર ઉગી નીકળ્યા ઝાડવાઓ
  • જર્જરિત બસ સ્ટેશનમાં હાલ પણ પ્રવાસીઓ આવી રહ્યા છે
  • ડિમોલીશનની કામગીરી શરૂ, આધુનિક બસ સ્ટેશન બનાવાશે

અંબાજી : અંબાજી બસ સ્ટેશનની ઈમારત અંદાજે 50 વર્ષથી જૂની હોવાથી તેમાં તિરાડો પડી ગઈ છે. જેમાં વિવિધ પ્રકારના ઝાડ પણ ઉગી નીકળ્યા છે. બસ સ્ટેશનની ઈમારત જર્જરિત થઈ ગઈ હોવાથી પ્રવાસીઓ માટે ભયજનક બની છે. જેથી તંત્ર દ્વારા તેના ડિમોલીશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. ડિમોલીશનની કામગીરી 2 મહિનામાં પૂર્ણ કરવામાં આવશે.

અંબાજીના જર્જરિત બસ સ્ટેશનના ડિમોલીશનની કામગીરી શરૂ

જૂની કોટેજ હોસ્પિટલની જગ્યાએ નવું બસ સ્ટેશન નિર્માણ પામશે

સૂત્રોના જણાવ્યા અનુસાર આ બસ સ્ટેશનની ઈમારત ડિમોલીશ થયા બાદ જૂની કોટેજ હોસ્પિટલની જગ્યાએ નવું આધુનિક બસ સ્ટેશન આકાર લેશે. જ્યાર જૂના બસ સ્ટેશનની જગ્યા અંબાજીના વિકાસ માટે મંદિર ટ્રસ્ટને સુપરત કરવામાં આવી શકે છે.

ABOUT THE AUTHOR

...view details