ગુજરાત

gujarat

ETV Bharat / state

ડીસાનો યુવક નોકરીની જગ્યાએ ખેતી કરી બન્યો આત્મનિર્ભર, વર્ષની કમાણી 40 લાખ રૂપિયા - કૃષિ ડિગ્રી

વર્તમાન સમયમાં ઘણા વિદ્યાર્થીઓ ભણીને નોકરી કરવાની જગ્યાએ ઉદ્યોગ સાહસિક બનવાનું પસંદ કરે છે. આવી જ રીતે બનાસકાંઠાના પણ એક યુવકે નોકરી પસંદ કરવાની જગ્યાએ ખેતી કરવાનું નક્કી કર્યું. ડીસાના આ યુવક આધુનિક ખેતી કરીને લાખોની કમાણી કરી રહ્યો છે. એટલે કે આ યુવકે આવકના સ્ત્રોત તરીકે ખેતીને પસંદ કરી આત્મનિર્ભરતાનું એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ યુવક કઈ રીતે બન્યો આત્મનિર્ભર જુઓ આ અહેવાલમાં...

ડીસાનો યુવક નોકરીની જગ્યાએ ખેતી કરી બન્યો આત્મનિર્ભર
ડીસાના યુવક નોકરીની જગ્યાએ ખેતી કરી બન્યો આત્મનિર્ભર

By

Published : Jan 23, 2021, 12:05 PM IST

  • બનાસકાંઠાના ડીસાનો યુવક બન્યો આત્મનિર્ભર
  • નોકરીની જગ્યાએ ખેતીની પસંદગી કરી બન્યો પગભર
  • યુવક આધુનિક ખેતીથી કરે છે લાખો રૂપિયાની કમાણી

બનાસકાંઠાઃ બનાસકાંઠા જિલ્લામાં વર્ષો પહેલા પાણીની અછત હોવાના કારણે ખેડૂતો માત્ર શિયાળો, ઉનાળો અને ચોમાસુ આધારિત ખેતી કરતા હતા, પરંતુ હાલમાં દિવસેને દિવસે જે પ્રમાણે ટેક્નોલોજીમાં વધારો થઈ રહ્યો છે. જેના પગલે હાલ બનાસકાંઠા જિલ્લો ખેતી ક્ષેત્રે દેશ અને વિદેશમાં ખ્યાતનામ બન્યો છે. બનાસકાંઠા જિલ્લો આજે રણની કાંધીએ પણ વિવિધ ખેતી કરી રહ્યા છે અને સારી એવી કમાણી પણ ખેડૂતો પોતાની ખેતીમાંથી કરી રહ્યા છે, આમ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો વર્ષોથી ખેતી આધારિત છે તે હાલ ખેડૂતો સાબિત કરી બતાવી રહ્યા છે.

ડીસાના યુવક નોકરીની જગ્યાએ ખેતી કરી બન્યો આત્મનિર્ભર
હાલમાં આ યુવકે નર્સરી ઊભી કરી કોન્ટ્રાક્ટ આપવાનું શરૂ કરી દીધું છે

નોકરીની જગ્યાએ ખેતીને પસંદ કરનાર યુવકનું નામ છે મયુર પ્રજાપતિ. આ યુવકે બીએસસી ઈન એગ્રિકલ્ચર ડિગ્રી મેળવી છે. ડિગ્રી મેળવ્યા બાદ મયુરને અનેક કંપનીઓમાંથી નોકરીની ઓફર આવી હતી, પરંતુ મયુરે નોકરીની જગ્યાએ ખેતીની આવકના સ્ત્રોત તરીકે પસંદ કરી. સૌપ્રથમ મયુર પ્રજાપતિએ સિઝન કરતાં પહેલા પાકનું વાવેતર કેવી રીતે કરી શકાય તેના પર સંશોધન કર્યું હતું અને ખેતરમાં ગ્રીન હાઉસ અને વ્હાઈટ હાઉસનું નિર્માણ કર્યું હતું અને ઉનાળુ વાવેતરમાં થતી શક્કર ટેટીનું વાવેતર શિયાળામાં કર્યું હતું.

ડીસાના યુવક નોકરીની જગ્યાએ ખેતી કરી બન્યો આત્મનિર્ભર

બનાસકાંઠાના આ યુવકે અનેક ખેડૂતોને કર્યા પ્રભાવિત

શિયાળાની ઠંડીમાં આ છોડને બચાવવા માટે વ્હાઈટ હાઉસ તૈયાર કરીને તાપમાન જાળવી રાખ્યું હતું. ઉનાળાની ટેટીનો પાક એક માસ પહેલા જ મેળવવાની શરૂઆત કરી દીધી હતી. તેમની આ પદ્ધતિથી અન્ય ખેડૂતોને પણ પ્રભાવિત થયા છે. મયુર હવે તેની નર્સરીમાં અત્યારથી જ ટેટીના વાવેતર માટે છોડ તૈયાર કરવાનો કોન્ટ્રાક્ટ આપતો થઈ ગયો છે. અત્યારે મયુરે ખેતરમાંથી વાર્ષિક આવક આઠ ગણી વધારી દીધી છે અને અન્ય ખેડૂતોને પણ આ પદ્ધતિ અપનાવવા માટે મયુર પ્રજાપતિએ સલાહ આપી છે.

ડીસાના યુવક નોકરીની જગ્યાએ ખેતી કરી બન્યો આત્મનિર્ભર

યુવાનો વળ્યા આધુનિક ખેતી તરફ...

વર્ષોથી બનાસકાંઠા જિલ્લામાં લોકો મોટી ઉંમરમાં જ ખેતી કરતા હતા અને જેના આધારે બનાસકાંઠા જિલ્લામાં માત્ર સિઝન આધારિત જ ખેતી થતી હતી, પરંતુ જેમ-જેમ બનાસકાંઠા જિલ્લામાં ખેતીક્ષેત્રે શિક્ષણનું પ્રમાણ વધ્યું તેમ હાલ બનાસકાંઠા જિલ્લામાં બહારના રાજ્યોની ખેતી કરતા લોકો થયા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં હાલ મોટા ભાગે યુવાનો ખેતી તરફ વળ્યા છે. આથી બનાસકાંઠા જિલ્લામાં હાલ બહારના દેશોની ખેતી પણ યુવાનો સફળતાપૂર્વક કરી રહ્યા છે.

ડીસાના યુવક નોકરીની જગ્યાએ ખેતી કરી બન્યો આત્મનિર્ભર

બનાસકાંઠાનું નામ દેશ સહિત અન્ય દેશમાં પણ ગૂંજ્યું

હાલમાં બનાસકાંઠા જિલ્લાનું નામ રાજ્ય તેમ જ અન્ય દેશોમાં પણ ગુંજતું થયું છે. આજે દિવસેને દિવસે બનાસકાંઠા જિલ્લાના યુવાનો બહારના દેશોની ટેક્નોલોજીનો ઉપયોગ કરી હાલમાં સારી એવી ખેતી કરી ડબલ આવક કરી રહ્યા છે.

યુવક આધુનિક ખેતીથી કરે છે લાખોની કમાણી
આધુનિક ખેતીથી કરી રહ્યા છે લાખોની કમાણી

ડીસાના મયુર પ્રજાપતિની ઉંમર ભલે નાની રહી, પરંતુ વિજ્ઞાન અને પરંપરાગત અનુભવના કારણે અત્યારે ખેતીમાં ક્રાંતિ સર્જી છે એ સાબિત કરી બતાવ્યું છે. મયુરે પોતાના ખેતરને છોડી પાલનપુર તાલુકાના કાણોદર ગામે 42 વીઘા જમીન ભાડાપટ્ટે રાખી છે અને એ જમીનમાં પણ અલગ અલગ છોડનું વાવેતર કર્યું છે, જેમાંથી હાલ વર્ષના રૂ. 40 લાખની કમાણી કરી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details