ડીસા: (મહારાષ્ટ્ર) પાલઘર જિલ્લાના કાંસા ગામ વિસ્તારમાં કેટલાક ઈસમો દ્વારા સાધુસંતો પર હુમલો કરી કૃરતા પૂર્વક હત્યા કરવામાં આવી હતી. જેના પગલે સમગ્ર દેશમાં ભારે રોષ જોવા મળ્યો છે. ત્યારે ડીસા શહેરમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના કાર્યકરોએ નાયબ કલેકટરને આવેદનપત્ર આપી હત્યારાઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને સરકાર દ્વારા તેમને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માગ કરી હતી.
ડીસા: વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળે પાલઘરની ઘટના અંગે નાયબકલેકટરને આવેદનપત્ર આપ્યુું - corona virus in gujarat
ડીસામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દલ દ્વારા ડીસા નાયબકલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને પાલઘરની ઘટનાના દોષીતોને તાત્કાલિક ધોરણે સજા કરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી.
ડીસા: વિશ્વહિન્દૂ પરિષદ અને બજરંગદળ દ્વારા પાલઘરની ધટના અંગે નાયબકલેકટરને આવેદનપત્ર આપ્યુું
જો આગામી સમયમાં સરકાર દ્વારા આવા લોકો સામે કોઇ જ પ્રકારની કાર્યવાહી નહીં કરવામાં આવે તો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા દેશમાં આંદોલનની ચીમકી આપી હતી.