ગુજરાત

gujarat

ETV Bharat / state

Deesa News: નગરપાલિકા દ્વારા 75 જેટલા વિકાસના કામને મંજૂરી, રસ્તા બનવાનું શરૂ - ડીસા નગરપાલિકા

ડીસા નગરપાલિકા વિસ્તારમાં સૌપ્રથમવાર એક સાથે રોડ,ગટર અને પાણી સહિત 75 જેટલા વિકાસના કામોને શહેરી વિકાસ વિભાગે મંજૂરી આપી છે. જેમાં ડીસાના ધારાસભ્ય અને નગરપાલિકા પ્રમુખ સહિત આગેવાનોએ આજે લોકોની સુખાકારી માટેના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ તમામ કાર્યથી લોકોમાં ખુશી જોવા મળી રહી છે. સ્થાનિકો આશા રાખી રહ્યા છે કે આવા જ કાર્ય થતા રહે.

ડીસા નગરપાલિકા દ્વારા 75 જેટલા વિકાસના કામોને મંજૂરી આપી.
ડીસા નગરપાલિકા દ્વારા 75 જેટલા વિકાસના કામોને મંજૂરી આપી.

By

Published : May 20, 2023, 8:52 AM IST

ડીસા નગરપાલિકા દ્વારા 75 જેટલા વિકાસના કામોને મંજૂરી આપી

ડીસા: શહેર વિસ્તાર હોય કે ગ્રામ્ય વિસ્તાર હોય એક વાર સરપંચ કે જે તે વોર્ડનો અધિકારી ચૂંટાય જાય પછી એવું લાગે છે કે, તે પોતાની જવાબદારી માંથી છૂટી જાય છે. સાચો અધિકારી તો તેને જ કહી શકાય કે, સત્તા ના હોવા છતાં લોકોના હિત માટે સતત કાર્ય કરતો રહે. ત્યારે ડીસા શહેરનો વિસ્તાર અને વિકાસ સતત વધી રહ્યો છે. ધારાસભ્ય પ્રવીણભાઈ માળી તેમજ પાલિકા પ્રમુખ રાજુભાઈ ઠક્કરના પ્રયત્નોથી ડીસામાં વિકાસલક્ષી અનેક કામો થઈ રહ્યા છે. શહેરી વિકાસ વિભાગ દ્વારા ડીસા પાલિકાએ રજૂ કરેલા રોડ, ગટર, પાણી સહિતના 75 જેટલા કામોને મંજૂરી આપી દીધી છે.

75 પ્રોજેક્ટ મંજૂરઃ સૌપ્રથમવાર એકસાથે 75 જેટલા વિકાસના કામોને મંજૂરી મળતા શહેરના 11 વોર્ડ લોકોને મોટો ફાયદો થશે અને શહેરમાં અનેક જગ્યાએ સીસી રોડ,મુખ્ય માર્ગો, ઓવરહેડ પાણીની ટાંકી અને સમ્પ, ભૂગર્ભ ગટર લાઈન, નાળા સફાઈ,બાગ બગીચા,બ્યુટીફીકેશન સહિતના કામોને વેગ મળશે. એક સાથે આટલા પ્રોજેક્ટ શરૂ થતા પ્રજાની સુખાકારીમાં પણ વધારો થવાનો છે.

આગેવાનો ઉપસ્થિત રહ્યા: જેમાં ધારાસભ્ય પ્રવીણ માળી અને નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ ઠક્કરના હસ્તે ડીસાની નવી આદર્શ હાઇસ્કુલને જોડતો રોડ,સરસ્વતી રેસ્ટોરન્ટથી ગાંધી ચોક સુધીનો રોડ તેમજ ડોક્ટર હાઉસના રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ મગનલાલ માળી, ડીસા પાલિકા પ્રમુખ રાજુભાઈ ઠક્કર, ઉપપ્રમુખ સવિતાબેન હરીયાણી, જિલ્લા ભાજપના પૂર્વ મહાપ્રધાન અમરત દવે,પાલિકા સદસ્ય સંસ્કાર મંડળ ડીસાના પ્રમુખ ડૉક્ટર અજય જોષી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. શહેરમાં એક સાથે 11 વોર્ડના 75 વિકાસ કામો થતા હજારો લોકોને ફાયદો થશે. ખાસ કરીને શહેરના મોટાભાગના કાચા અને ખરાબ રસ્તા પાકા બની જતા વાહન ચાલકોને રાહત થવાની સાથે સાથે પેટ્રોલ-ડીઝલની પણ બચત થશે અને લોકોની સુખાકારી વધશે.

"ઘણા સમયથી આ વિસ્તારમાં રોડ ની સમસ્યા લોકોને હેરાન કરતી હતી. લોકોએ અનેક વાર નગરપાલિકામાં રજૂઆતો કરી હતી. ત્યારે રજૂઆતને ધ્યાનમાં લઈને સરકાર દ્વારા રોડ પાસ કરવામાં આવ્યા છે. ટૂંક જ સમયમાં રોડ બનાવવામાં આવશે. જેથી સરકાર શ્રી નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરીએ છીએ"-- દિપક જોશી(સ્થાનિક)

માર્ગોનું નવીનીકરણ શરૂ: ડીસા શહેરમાં છેલ્લા ઘણા સમયથી વિકાસના કામો ચાલી રહ્યા હતા. પરંતુ આજે પણ ડીસા શહેરના મુખ્ય રસ્તાઓ છેલ્લા ઘણા સમયથી ખરાબ હાલતમાં હોવાના કારણે વાહન ચાલકો અને વેપારીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા હતા. ખાસ કરીને ડીસા બજાર વિસ્તારને જોડતા અનેક રસ્તાઓ છેલ્લા ઘણા સમયથી ખરાબ હાલતમાં હતા. જેના કારણે ચોમાસામાં રોડ પર પાણી ભરાતા અનેક નાના મોટા અકસ્માત સર્જાતા હતા. આ રસ્તાઓ બનાવવા બાબતે સ્થાનિક લોકોએ ડીસા નગરપાલિકામાં અનેકવાર રજૂઆતો કરી હતી. તેમ છતાં પણ રસ્તા બનાવવામાં આવતા ન હતા. જેના કારણે ધંધા રોજગાર કરવા પણ મુશ્કેલી ભર્યા બન્યા હતા. આ તમામ પરિસ્થિતિ વચ્ચે વર્ષો બાદ ડીસા શહેરના મુખ્ય બજારમાં જોડતા માર્ગનું કામકાજ શરૂ થતા લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.

  1. Banaskantha Crime : મંદિર પાસે સફાઈ કરવાનું કહેતા વેપારી પર ચાર શખ્સોએ તલવાર પાઈપ વડે કર્યો હુમલો
  2. Banaskantha News : જૂના ડીસાના લોકો આઠ માસમાં હતાં ત્યાંને ત્યાં, નબળી ગુણવત્તાનો રોડ બનાવવામાં સાંસદ ગ્રાન્ટના 10 લાખ વપરાયાં
  3. Banaskantha News: ડીસા ઉત્તર પોલીસ સ્ટેશન ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું

ABOUT THE AUTHOR

...view details