ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના વાઇરસની મહામારી વચ્ચે ડીસા માર્કેટયાર્ડના મજૂરો હડતાલ પર - banaskantha local news

કોરોના વાઇરસની મહામારીમાં અનેક ધંધા-રોજગાર બંધ થયા છે. જેના કારણે વેપારીઓ અને મજૂરોની હાલત ખરાબ થઈ છે. ત્યારે આ વર્ષે પણ કોરોના વાઇરસની મહામારીમાં ડીસા માર્કેટ યાર્ડ બંધ થઈ જતા મજૂર વર્ગની હાલત કફોડી બની હતી. ત્યારે આજે ડીસા માર્કેટ યાર્ડના મજૂરો પોતાની મજબૂરીમાં પૈસા વધારાની માગ સાથે હડતાળ પર બેઠા હતા.

કોરોના વાઇરસની મહામારી વચ્ચે ડીસા માર્કેટયાર્ડના મજૂરો હડતાલ પર
કોરોના વાઇરસની મહામારી વચ્ચે ડીસા માર્કેટયાર્ડના મજૂરો હડતાલ પર

By

Published : Jun 2, 2021, 2:14 PM IST

  • બનાસકાંઠા જિલ્લામાં કોરોના મહામારીમાં ધંધા-રોજગાર ઠપ્પ
  • કોરોના મહામારીમાં તમામ માર્કેટયાર્ડ બંધ
  • માર્કેટયાર્ડ બંધ થતાં મજૂરો પોતાના વતન તરફ વળ્યા

બનાસકાંઠા: ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઇરસની પરિસ્થિતિ કફોડી બની હતી. ખાસ કરીને વધતા જતા કોરોના વાઇરસની મહામારીના કારણે બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા. જેના કારણે બનાસકાંઠા જિલ્લાની તમામ મોટી બજારો અને માર્કેટયાર્ડ પણ સતત વધતા જતા કોરોના વાઇરસના કેસના કારણે બંધ કરી દેવામાં આવ્યા હતા. સતત ત્રણ મહિના સુધી બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓમાં ધંધા-રોજગાર બંધ રહેતા વેપારીઓ અને મજૂર વર્ગની હાલત કફોડી બની છે.

વેપારીઓ વતન તરફ વળ્યા

બનાસકાંઠા જિલ્લો રાજસ્થાનને અડીને આવેલો જિલ્લો હોવાના કારણે મોટાભાગના મજૂરો અને વેપારીઓ વર્ષોથી બનાસકાંઠા જિલ્લામાં ધંધા-રોજગાર સાથે સંકળાયેલા છે. ત્યારે છેલ્લા બે વર્ષથી કોરોના વાઇરસની મહામારીના કારણે તમામ ધંધા રોજગારો બંધ હાલતમાં છે. જેથી બહારથી ધંધાર્થે સ્થાયી થયેલા વેપારીઓ અને મજૂરોની હાલત કોરોના વાઈરસની મહામારીમાં સૌથી વધુ ખરાબ થઈ છે. ત્યારે આ વર્ષે પણ બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઇરસની મહામારીના કારણે પરિસ્થિતિ બેકાબૂ બની હતી.

આ પણ વાંચો:તાલાલામાં નાના માલવાહકો લોડીંગ કામગીરી બંધ કરી હડતાલ ઉપર ઉતરી ગયા

ધંધા-રોજગાર બંધ થતાની સાથે જ બહારના રાજ્યોમાંથી આવેલા મજુરો પોતાના વતન તરફ વળ્યા

જેથી તમામ ધંધા-રોજગાર બંધ કરી દેવામાં આવ્યા હતા. ધંધા-રોજગાર બંધ થતાની સાથે જ બહારના રાજ્યોમાંથી આવેલા મજુરો પોતાના વતન તરફ વળ્યા હતા. જેથી હાલમાં પણ બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઇરસના કેસ ઓછા થયા હોવા છતાં પણ ધંધા રોજગાર શરૂ થયા નથી. જેથી હાલમાં બનાસકાંઠા જિલ્લામાં મજુરોના હોવાના કારણે વેપારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

કોરોના વાઇરસની મહામારી વચ્ચે ડીસા માર્કેટયાર્ડના મજૂરો હડતાલ પર

કોરોના વાઇરસના કેસ ઓછા થતા માર્કેટયાર્ડ શરૂ થયા

ગુજરાતમાં ઊંઝા બાદ ડીસા માર્કેટયાર્ડ સૌથી મોટો ગણાય છે જેના કારણે રાજસ્થાન અને બનાસકાંઠા જિલ્લામાંથી ખેડૂતો મોટાભાગે પોતાનો પાક લઈને ડીસા માર્કેટયાર્ડમાં વેપારીઓને વેચવા માટે આવે છે ત્યારે ખેડૂતો દ્વારા લાવવામાં આવતો માલ ઉતારવા અને ચડાવવા માટે સૌથી વધુ મજૂરોની જરૂરિયાત હોય છે, પરંતુ આ વર્ષે કોરોનાવાયરસ ની મહામારીમાં 25 દિવસ સુધી માર્કેટ યાર્ડ બંધ રહેતા ડીસા માર્કેટ યાર્ડમાંથી મોટા ભાગના મજૂર વર્ગ પોતાના વતન તરફ જતા રહ્યા હતા. ત્યારે હાલમાં કોરોના વાઇરસના કેસ ઓછા થતા માર્કેટ યાર્ડ શરૂ થયા છે.

આ પણ વાંચો:અડધી રાત્રે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 50થી વધુ અટેન્ડન્ટ હડતાલ પર ઉતર્યા

ડીસા માર્કેટ યાર્ડના તમામ મજૂરો ડીસા માર્કેટ યાર્ડની ઓફિસ આગળ હડતાલ પર બેઠા

સ્થાનિક મજૂરો દ્વારા હાલમાં ડીસા માર્કેટયાર્ડમાં ખેડૂતોનો માલ ઉતારવામાં અને ચઢાવવામાં આવે છે પરંતુ વેપારીઓ દ્વારા તેમની મજબૂરી ના પૈસા ઓછા આપવામાં આવતા આજે ડીસા માર્કેટ યાર્ડના તમામ મજૂરો ડીસા માર્કેટ યાર્ડની ઓફિસ આગળ હડતાલ પર બેઠા હતા. અને વેપારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે મજૂરીમાં પૈસા વધારવામાં આવે તે માટે ડીસા માર્કેટયાર્ડના સેક્રેટરી અમરતભાઈ જોશીને પણ રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે આ બાબતે ડીસા માર્કેટયાર્ડના સેક્રેટરીએ આ તમામ મજૂરોને બાંહેધરી આપતા હડતાલ સમેટાઇ હતી.

ABOUT THE AUTHOR

...view details