વિદ્યાર્થીઓ ભણતરની સાથો સાથ તેમનામાં રહેલી સુસુપ્ત શક્તિઓ બાર આવે તે માટે દરેક શાળાઓ દ્વારા વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવે છે. જેમાં બાળકોમાં રહેલી શક્તિઓ દ્વારા અલગ અલગ પ્રકારના પ્રયોગો તૈયાર કરવામાં આવે છે, ત્યારે ડીસા તાલુકાની અનેક શાળાઓએ તાલુકા કક્ષાએ યોજાયેલા વિજ્ઞાન મેળામાં ભાગ લીધો હતો. જેમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ પોતાની કૃતિઓ પ્રદર્શન કરી હતી.
ડીસાની હરિઓમ સ્કૂલ ખાતે વિજ્ઞાન પ્રદર્શન યોજાયું - વિજ્ઞાન મેળાનું આયોજન
ડીસાઃ જિલ્લાની કેદારમલ બક્ષીરામ અગ્રવાલ (હરિઓમ) શાળા ખાતે ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું. જેમાં ગણિત વિજ્ઞાન મેળાનું પ્રદર્શન સેવાભાઈ નવીનકાકા તથા ડો. કિશોરભાઈ આસમાની સહિત મહાનુભાવોની હાજરીમાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.
ટ્રાફિકના સમસ્યાઓ માટે વરસાદમાં રોડમાં ખાડા ન પડે અને રોડ ના ધોવાઇ જાય તેવા રોડનું સર્જન કરવું, દેશમાં દિવસે પાણીની સમસ્યાનો કેવી રીતે ઉકેલ આવે તે માટે વરસાદ આવે ત્યારે પોતાના ઘરના ધાબા ઉપર ઉપરથી પાણી નીચે વરસાદના પાણી માટે ટાંકી બનાવી પાણીનો સંગ્રહ કઈ રીતે થાય છે, જે પાણી વર્ષ દરમિયાન ઉપયોગમાં લેવાઇ છે. તેનાથી દેશમાં પાણીની સમસ્યા ઓછી થશે તે અંગેનું વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેને લઇને બાળકો દ્વારા ગણિત વિજ્ઞાન પ્રદર્શનનો લાભ લઇ આનંદ અનુભવ્યો હતો.