- દિલ્હીમાં બનેલી ખેડૂતોની હિંસક ઘટના બાદ સમગ્ર બનાસકાંઠામાં ઘેરા પ્રત્યાઘાતો
- ડીસામાં ખેડૂતોએ દિલ્હીમાં બનેલી ઘટનાના વિરોધમાં ટ્રેક્ટર રેલી યોજી
- ખેડૂતોએ નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું
ડીસાઃ પ્રજાસત્તાક પર્વના દિવસે જ દિલ્હીમાં જે પ્રકારે પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો દેખાયા હતાં. તે સમગ્ર દેશ માટે ચોંકાવનારા હતા. દિલ્હીમાં બનેલી ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો દેશભરમાં પડી રહ્યા છે. તેમાં પણ ખેડૂતોના નામે જે હિંસા થઇ હતી તેને લઈને બનાસકાંઠાના ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે જે પ્રકારે બંધારણના નિયમોને નેવે મૂકી લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજની જગ્યાએ ખેડૂત સંગઠનોએ પોતાનો ધ્વજ ફરકાવ્યો તે ખરેખર યોગ્ય નથી. જેથી ખેડૂતોના નામે જે પ્રકારની હિંસાને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે તેવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે ખેડૂતોને માંગ છે.
ડીસામાં ખેડૂતોએ દિલ્હીમાં બનેલી ઘટનાના વિરોધમાં ટ્રેક્ટર રેલી યોજી
દિલ્હીમાં ખેડૂતોએ કરેલા હુમલા બાદ તેની સીધી અસર સમગ્ર ભારતભરમાં જોવા મળી રહી છે. ત્યારે આ હિંસક હુમલાના વિરોધમાં ડીસાના ખેડૂતોએ ટ્રેક્ટર રેલી યોજી હતી. જેમાં ખેડૂતોએ 10 કિલોમીટર સુધી ટ્રેક્ટરો પર બેસી દિલ્હીના ખેડૂતોના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થનમાં તમામ ખેડૂતોની સહી કરાવી હતી. ડીસા તાલુકાના માલગઢ ગામથી ખેડૂતોએ ટ્રેક્ટર રેલી શરૂ કરી હતી અને આ ટ્રેક્ટર રેલી ડીસા નાયબ કલેકટર કચેરી સુધી કાઢવામાં આવી હતી.
ખેડૂતોએ નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું
દિલ્હીમાં ખેડુતોએ જે પ્રકારે હિંસા ફેલાવવાનું કામ કર્યું છે તેના પ્રત્યાઘાતો સમગ્ર દેશમાં પડી રહ્યા છે. ખાસ કરીને ખેડૂતોના નામે જે પ્રમાણે દિલ્હીમાં હિંસા ફેલાવી છે તે ખરેખર યોગ્ય નથી. ત્યારે આ બાબતે ડીસા તાલુકાના ખેડૂતો એકસાથે ટ્રેકટર રેલી યોજી હતી. આ દરમિયાન રસ્તામાં જે પણ ખેડૂતો મળ્યા હતા તેમની સહી કરાવી સમર્થન મેળવ્યું હતું, જે ખેડૂતોની આગેવાનીમાં હિંસા થઈ છે તે મામલે સરકાર તપાસ કરાવી હિંસા ફેલાવનાર અસામાજીક તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે ખેડૂતોએ ડીસાના નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.
દિલ્હી ખેડૂત હિંસા ઘટના બાદ ખેડૂતોના વિરોધમાં ડીસાના ખેડૂતોએ આપ્યું આવેદનપત્ર - Deesa Farmer Application
દિલ્હીમાં ખેડૂત આંદોલન દરમિયાન થયેલી હિંસા બાદ હવે તેની અસરો ગ્રામીણ વિસ્તારોમાં જોવા મળી રહી છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ખેડૂતોએ ટ્રેક્ટર રેલી યોજી દિલ્હીમાં બનેલી ઘટનાની નિંદા મામલે ડીસાના નાયબ કલેકટરને આવેદન આપી કડકમાં કડક કાર્યવાહી કરવા માગ કરી હતી.
xz