ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠાઃ પાણીયારી ગામે ડૂબવાથી એક યુવકનું મોત, 2નો બચાવ - વડગામ ન્યૂઝ

જિલ્લાના ઉપરવાસમાં વરસાદ થતાં પાણીના ઝરણાં વહેતાં થયાં છે. આવું જ એક ઝરણું પાણીયારા ગામે વહેતું થયું છે. આ ઝરણામાં 3 યુવાનો આ નહાવા પડ્યા હતા. જેમાં એક યુવાનનું મોત થયું છે, જ્યારે અન્ય 2 યુવાનોને બચાવી લેવામાં આવ્યા છે.

ETV BHARAT
પાણીયારી ગામે ડૂબવાથી એક યુવકનું મોત, 2નો બચાવ

By

Published : Aug 23, 2020, 3:13 AM IST

બનાસકાંઠા: જિલ્લામાં લાંબા વિરામ બાદ શરૂ થયેલા વરસાદના કારણે અનેક તાલુકાઓમાં નદીઓ અને ઝરણાઓ શરૂ થાય છે. જેના કારણે લોકો નદીમાં નહાવા અને મોજ મસ્તી કરવા માટે લોકો જાય છે, પરંતુ ક્યારેક એમની આ મોજ મસ્તી મોત સુધી લઈ જતી હોય છે. એક નાની ભૂલના કારણે અત્યાર સુધી અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

પાણીયારી ગામે ડૂબવાથી એક યુવકનું મોત, 2નો બચાવ

બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે પડી રહેલા વરસાદના કારણે ગ્રામીણ વિસ્તારોમાં તળાવો અને ઝરણાઓ શરૂ થયા છે. જેના કારણે હાલ આજુબાજુના અનેક ગામોના લોકો મોજ માણવા નાહવા માટે જાય છે. જેમાં અત્યાર સુધી નાહવા પડેલા અનેક લોકોના મોત નીપજ્યા છે.

થોડા દિવસ અગાઉ ડીસામાં વરસાદી પાણીમાં 2 યુવકોના ડૂબી જવાથી મોત નીપજ્યાં હતાં, જ્યારે શનિવારે વડગામ તાલુકાના મુમનવાસ ગામે પાલનપુર તાલુકાના સંગ્રા ગામના 21 વર્ષનો યુવાન અશોક વાઘેલા પોતાના 2 મિત્રો સાથે પાણીમાં નહાવા ગયા હતા. જ્યાં પાણી વધુ હોવાના કારણે આ ત્રણેય યુવકો પાણીમાં ડૂબી ગયા હતા. જેમાં એક યુવકનું પાણીમાં ડૂબી જતાં મોત નીપજ્યું હતું અને અન્ય 2 યુવાનોને બચાવી લેવામાં આવ્યા છે. ઘટના અંગે પોલીસને જાણ કરતાં પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details