ગુજરાત

gujarat

ETV Bharat / state

Cultivation of watermelon in Deesa : શિયાળુ તરબૂચનો મીઠો પાક લણતાં જૂના ડીસાના પ્રગતિશીલ ખેડૂતો - બનાસકાંઠામાં ખેતી

બનાસકાંઠામાં તરબૂચની ખેતીને ખેડૂતો મોટાપાયે આવકારી રહ્યાં છે. શિયાળાની સીઝનનો તરબૂચનો પાક કેવો (Cultivation of watermelon in Deesa ) થઇ રહ્યો છે તે જોઇએ આ અહેવાલમાં.

Cultivation of watermelon in Deesa : શિયાળુ તરબૂચનો મીઠો પાક લણતાં જૂના ડીસાના પ્રગતિશીલ ખેડૂતો
Cultivation of watermelon in Deesa : શિયાળુ તરબૂચનો મીઠો પાક લણતાં જૂના ડીસાના પ્રગતિશીલ ખેડૂતો

By

Published : Feb 4, 2022, 3:51 PM IST

બનાસકાંઠાઃ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને પાણીની વિકટ સમસ્યા હોવાનાં કારણે ખેડૂતો સીઝન આધારિત (Banaskantha Agriculture) ખેતી કરતા હતાં. પરંતુ જેમ-જેમ ટેકનોલોજી વધી તેમ બનાસકાંઠા જિલ્લાના રણની જમીનમાંથી કાઠું કાઢી સારી આવક કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાને લોકો રણની કાંધી તરીકે ઓળખતા હતા તે જ બનાસકાંઠા જિલ્લો હાલમાં ખેતીક્ષેત્રે દિવસેને દિવસે પ્રગતિના પંથે જઇ રહ્યો છે તેની ખાતરી તરબૂચની ખેતી (Cultivation of watermelon in Deesa ) કરાવી રહી છે.

ખેડૂતની સફળ ખેતી

ડીસા તાલુકાના જુનાડીસા ગામે રહેતા જીગ્નેશભાઈ અનાવાડિયા જીઓ માત્ર 12 પાસ કરેલું છે પરંતુ તેમનામાં રહેલી અદભૂત શક્તિ આજે તેમને સફળતાના શિખરે લઈ ગઈ છે. કહેવત છે કે મહેનત કરવાથી સફળતા જરૂર મળે છે, આ કહેવતને સાર્થક કરતા ડીસા તાલુકાના જુના ડીસા ગામના જીગ્નેશભાઈ અનાવાડિયા આજે ખેતીક્ષેત્રે સારી એવી આવક મેળવી રહ્યા છે. જીગ્નેશભાઈ અનાવાડિયા એ સૌ પ્રથમવાર પોતાના ખેતરમાં શિયાળાની સિઝનમાં તરબૂચનું વાવેતર (Cultivation of watermelon in Deesa )કર્યું હતું. તેમણે કરેલું વાવેતર સફળ જતા હાલમાં તેઓ સીઝન પહેલા બજારમાં તરબૂચનું વેચાણ કરતાં 35 રૂપિયા જેટલો ભાવ તેમને મળી રહ્યો છે. તેમની આ ખેતી જોઇ અન્ય ખેડૂતો પણ શિયાળામાં તરબૂચની ખેતી તરફ વળ્યાં છે અને હાલમાં ડીસા તાલુકામાં પાંચથી પણ વધુ ખેડૂતોએ શિયાળામાં તરબૂચનું ( watermelon Cultivation in Winter ) વાવેતર કર્યું છે જેને લઈને હાલમાં અન્ય ખેડૂતો પણ તરબૂચના પાકમાંથી સારી એવી કમાણી કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ બનાસકાંઠા જિલ્લો ફુવારા પદ્ધતિથી ખેતી કરવામાં સમગ્ર ભારત દેશમાં પ્રથમ

તડબૂચનું વાવેતર

બનાસકાંઠા જિલ્લામાં તરબૂચ અને સાકરટેટીનું સૌથી વધુ વાવેતર (Banaskantha Agriculture) ઉનાળાની સિઝનમાં ડીસા તાલુકામાં થાય છે. જેના કારણે ખેડૂતોને ઉનાળાની સિઝનમાં ઉત્પાદન સમયે માત્ર પાંચ રૂપિયા કિલો જેટલો જ તરબૂચ અને સકકરટેટીમાં ભાવ મળે છે. સામાન્ય રીતે ખેડૂતોને વાવેતર સમયે તરબૂચમાં બિયારણનો ભાવ 30,000 રૂપિયા કિલો હોય છે. જેમાં એક વીઘામાં દવાનો ખર્ચ 25000 રૂપિયા જેટલો થતો હોય છે. જે બાદ ઉત્પાદનના સમયે બદલાયેલા વાતાવરણના કારણે છેલ્લા બે વર્ષથી ડીસા તાલુકામાં ખેડૂતોને તરબૂચ અને સકકરટેટીમાં મોટું નુકસાન વેઠવાનો વારો આવે છે. ત્યારે આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે ડીસા તાલુકાના જૂના ડીસા ગામના ખેડૂતોએ શિયાળામાં તરબૂચની સફળ ખેતી કરી હાલમાં ડબલ આવક (Cultivation of watermelon in Deesa )મેળવી રહ્યા છે. સાથોસાથ શિયાળામાં તૈયાર કરેલ તરબુચના પાકમાંથી ખેડૂતો જાતે જ બિયારણ તૈયાર કરી રહ્યા છે. જેના કારણે તેમને ઉનાળામાં તરબૂચની ખેતીમાં સારો એવો નફો થઈ જાય છે. હાલમાં જૂના ડીસા ખાતે જીગ્નેશભાઈ દ્વારા કરવામાં આવેલી ખેતી જોવા અને બિયારણની ખરીદી કરવા માટે ખેડૂતો દૂરથી આવી રહ્યા છે. આ સફળ ખેતી જોઈએ અન્ય ખેડૂતો પણ શિયાળામાં તરબૂચનું વાવેતર (watermelon Cultivation in Winter ) કરે તેમ જીગ્નેશભાઈ અનાવાડિયાએ જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ Distribution Of Vegetable Seeds Banaskantha: આદિવાસી બહેનોને પગભર કરવાનો ઉદ્દેશ, ફ્રીમાં શાકભાજીના બિયારણનું વિતરણ

કૃષિવિજ્ઞાની દ્વારા માર્ગદર્શન અપાયું

ડીસા ખાતે કાર્યરત કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ડોક્ટર યોગેશ પવાર દ્વારા ડીસા તાલુકાના મોટાભાગના ખેડૂતોને ખેતી માટે તાલીમ આપવામાં આવી રહી છે. ખાસ કરીને ડીસાની જમીન પર કૃષિ વિજ્ઞાન કેન્દ્રના નિષ્ણાતો દ્વારા અવનવી ખેતીઓ કરાવી હાલમાં ખેડૂતોની આવક કઈ રીતે ડબલ થાય તે માટે શિક્ષણ આપે છે. જેના થકી હાલમાં ડીસા તાલુકાના ખેડૂતો કૃષિ વિજ્ઞાન કેન્દ્રની માહિતી થકી અવનવા પાકોનું સફળ ઉત્પાદન મેળવી રહ્યા છે. ડીસા તાલુકાના જૂના ડીસા ગામે પણ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના નિષ્ણાતો દ્વારા શિયાળામાં તરબૂચની સફળ ખેતી (Cultivation of watermelon in Deesa ) કરાવવામાં આવી છે. જેના કારણે હાલમાં શિયાળામાં ખેડૂતો તરબૂચમાંથી સારી એવી આવક મેળવી રહ્યા છે. ત્યારે અન્ય ખેડૂતો પણ શિયાળામાં તરબૂચના વાવેતર (watermelon Cultivation in Winter )તરફ વળે તો ફાયદો થઇ શકે તેમ છે.

ABOUT THE AUTHOR

...view details