ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેટવા રેલવે ફાટક પાસે ટ્રેનની અડફેટે આવી જતા એકસાથે આટલી ગાયોના મૃત્યું - રેલવે વિભાગના કર્મચારીઓ

ડીસા તાલુકાના ખેટવા ગામ(Khetwa village of Deesa taluka) નજીકથી પસાર થતી રેલવે ફાટક પાસે(Khetwa railway gate) આજે રેલવે પટરી પર પાંચ ગાયો આવી જતા ટ્રેનની અડફેટે પાંચ ગાયના મૃત્યું નિપજતા અરેરાટી મચી જવા પામી છે.

ખેટવા રેલવે ફાટક પાસે ટ્રેનની અડફેટે આવી જતા એકસાથે આટલી ગાયોના મૃત્યું
ખેટવા રેલવે ફાટક પાસે ટ્રેનની અડફેટે આવી જતા એકસાથે આટલી ગાયોના મૃત્યું

By

Published : Jul 11, 2022, 9:19 PM IST

બનાસકાંઠા: ડીસા તાલુકાના ખેટવા(Khetwa village of Deesa taluka ) રેલવે ફાટક પાસે(Khetwa Railway Gate) આજે એક કરુણ ઘટના બની હતી. જેમાં ખેટવા ગામ નજીક પસાર થતી રેલવે ફાટકની બાજુમાં આજે ગાયો ઘાસ ચરી રહી હતી. જે સમય અચાનક પાંચ જેટલી ગાયો ખેટવા રેલવે ફાટક પર ચરતા ચરતા રેલવેની પટરી પર ચડી ગઈ હતી. જે અંગેનું ધ્યાન રેલવે સિક્યુરિટી ગાર્ડ(Railway Security Guard) તેમ જ કોઈપણ વ્યક્તિને થઈ ન હતી.

ડીસાના ખેટવા રેલવે ફાટક પાસે ટ્રેનની અડફેટે 5 ગાયોના મોત

આ પણ વાંચો:Terror of stray cattle: જામનગર શહેરમાં રખડતા ઢોરની અડફેટે વૃદ્ધનું નિપજ્યું મોત

ખેટવા ગામ નજીક બની ગોઝારી ઘટના - મોડે સુધી પાંચ ગાયોના મોતના સમાચાર(Deesa Train Accident) કોઈપણ વ્યક્તિને થયા ન હતા. જે બાદ રેલવે અધિકારીને પાંચ ગાયના મોતના સમાચાર મળતાની સાથે જ સ્થળ પર દોડી આવ્યા હતા અને સ્થળ પર જોતા રેલવેની ટક્કરથી પાંચ ગાયોના મોત થતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.

આ પણ વાંચો:Cattle Free Campaign : ઢોર મુક્ત વચ્ચે વડોદરામાં ગાયે શાકભાજીવાળાને ભેટ મારી ફંગોળ્યો

રેલવે અધિકારી અને સ્થાનિક લોકો દ્વારા દફનવિધિ કરાઈ - ડીસા તાલુકાના ખેટવા ગામે પાંચ ગાયોના ટ્રેનની અડફેટે આવતા આ ઘટનાની જાણ વાયુવેગે આજુબાજુના લોકોમાં પ્રસરી જતા ઘટના સ્થળે લોકોના પણ ટોળેટોળા ઉમટી પડ્યા હતા. પાંચ જેટલી ગાયોના મોતથી સમગ્ર પંથકમાં શોકની લાગણી છવાઈ હતી. જે બાદ રેલવે પટરી પર રેલવેની ટક્કરથી મોત નિપજેલ પાંચેક ગાયોના સવને આજુબાજુના સ્થાનિક લોકો અને રેલવે અધિકારીઓએ(Railway Department employees) ગાયોને બહાર કાઢવામાં આવી હતી. બાજુમાં પડેલી જમીનમાં આ પાંચે ગાયોની દફનવિધિ એક સાથે કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details