બનાસકાંઠા : ડીસા નગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી નગરપાલિકાના કોર્પોરેટરમાં વિકાસના કામને લઈ અસંતોષ જોવા મળી રહ્યો હતો. જે બાદ 13 સભ્યોના રાજીનામાને ધ્યાનને લઈ ભાજપ મોવડી મંડળ દ્વારા બેઠક યોજવામાં આવી હતી. જેમાં તમામ નગરપાલિકાના ભાજપના 13 સભ્યોને સાંભળવામાં આવ્યા હતા. જે બાદ ભાજપ મોવડી મંડળ દ્વારા તાત્કાલિક ધોરણે ડીસા નગરપાલિકાના પ્રમુખ શિલ્પાબેન માળીને અગતકારણોસર રજા પર ઉતારી દેવામાં આવ્યા હતા અને જે બાદ નવા પ્રમુખ તરીકે ડીસા નગરપાલિકામાં ઉપપ્રમુખ તરીકે ફરજ બજાવતા કાંતિભાઈ સોનીને પ્રમુખ પદ સોંપવામાં આવ્યું હતું.
ડીસા નગરપાલિકાના પ્રમુખનો માસ્ટર સ્ટોક, સફાઈમાં ડીસાને નંબર વન બનાવવાનું કાઉન ડાઉન શરૂ - બનાસકાંઠા
ડીસા નગરપાલિકામાં પ્રમુખ શિલ્પાબેન માળી અંગત કારણોસર રજા પર ઉતરી જતા તેમની જગ્યાએ ઉપ પ્રમુખ કાંતિભાઈ સોની દ્વારા પ્રમુખનો કારભાર સાંભળતા જ ડીસા શહેરને સ્વચ્છ બનાવવાની પહેલ કરી છે....
ડીસા નગરપાલિકામાં પ્રમુખપદ મળતાની સાથે જ કાંતિભાઈ સોની દ્વારા તમામ નગરપાલિકાના 3 મહિનાનો પગાર ચુકવવામાં આવ્યો હતો અને જે બાદ આજે નગરપાલિકામાં પ્રમુખ તરીકે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં ડીસા શહેરને સ્વચ્છ બનાવવા માટે આજથી પ્રમુખ દ્વારા ઝુંબેશ ચાલુ કરવામાં આવી છે.
ગુજરાતમાં સફાઈની દ્રષ્ટિએ ડીસા શહેરનો 21મો નંબર આવે છે, ત્યારે 21માં નંબરથી પહેલો કંઈ રીતે લઇ આવવો તે માટે આજે તમામ સફાઈ કામદારોની સાથે બેઠક યોજી અને ડીસાને સફાઈમાં નંબર 1 બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડીસા શહેરના તમામ વિસ્તારોને કંઈ રીતે સ્વચ્છ રાખવા, રોડોની દરરોજ સફાઈ કરવી જેવી વિગતો સાથે બેઠક યોજવામાં આવી હતી. આ સફાઈ જુંબેશમાં કોઈ પણ પ્રકારની કચાશ ન રહે તે માટે મોનીટરીંગ પણ કરવામાં આવશે. સફાઈની આ નવી પહેલથી ડીસા વાસીઓને આગામી સમયમાં જરૂર ફાયદો થશે.