બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં કેનાલો તૂટી રહી છે. એક જ દિવસમાં બે કેનાલોમાં ગાબડાં પડ્યા હતાં, જયારે વાવના સપ્રેડા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં ૨૦ ફૂટનું ગાબડું પડતાં ખેતરોમાં ઊગેલો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. બીજી તરફ બરડવી ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાંથી પસાર થતી રાઘાનેસડા કેનાલમાં પાંચ અગલ અલગ જગ્યાએ ગાબડાં પડ્યા હતાં. કેનાલ તૂટતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
એક જ દિવસમાં બે કેનાલોમાં ગાબડાબનાસકાંઠા ના સરહદી વિસ્તારમાં સરકાર દ્વારા બનાવવામાં આવેલી કેનાલો તુટી રહી છે, જયારે જવાબદાર તંત્ર મૌન ધારણ કરીને બેઠુ છે. કેનાલો તૂટતા ખેડૂતોને પારાવાર નુકસાન થઈ રહ્યું છે છતાં નર્મદા વિભાગના અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી. આજે વાવ તાલુકાના સપ્રેડા અને રાધાનેસડા ગામની કેનાલોમાં ગાબડાં પડતા ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે. બનાસકાંઠાના સરહદી એટલે કે ભારત અને પાકિસ્તાન ની બોડર પર આવેલ રાધાનેસડા ગામમાં સરકાર દ્વારા બનાવમાં આવેલ કેનાલમાં વારંવાર પડતા ગાબડાં ભ્રષ્ટાચારની ચાડી ખાય છે. ખેડૂતોની વારંવાર કરવામાં આવેલી વિનંતી છતાં તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી.
કેનાલોમાં સાફ સફાઈના અભાવથી પડી રહ્યા છે ગાબડારાધાનેસડા ગામમાં મુખ્યત્વે ખેડૂતો ખેતી કરીને પોતાનું જીવન ચલાવે છે.ત્યાથી પસાર થતી કેનાલ ત્રણ પર વધી ગયેલા ઝાડની પણ કોઈ તકેદારી રખતી નથી.ઉપરાંત કેનાલ ની સફાઈ પણ નિયમિત રીતે કરવામાં આવતી નથી. આ વિશે ફરીયાદ કરતા ખેડૂતો જણાવે છે કે, આજ સુધી કેનાલની કોઈ સફાઈ કરવામાં આવી નથી કે તેને લગતું માટી કામ પણ થયુ નથી. કેટલીય વાર રજૂયાત કરવા છતાં નર્મદાના અધિકારીઓએ કોઈ પણ પ્રકારના પગલા લીધા નથી.
હલકી ગુણવતા નું મટીરીયલ વાપરીને બનાવામાં આવી છે કેનાલો :ખેડૂતોનો આક્ષેપખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે કેનાલ બનાવનાર કોન્ટ્રાકટર અને અધિકારીઓ બંને આ માટે જવાબદાર છે. હલકી ગુણવત્તાનું મટિરિયલ વાપરી કેનાલો બનાવવા માં આવી છે. તેના બાંઘકામમાં મોટા પ્રમાણ માં ગેરરીતિઓ આચરાઈ હોય એવું લાગી રહ્યું છે. કાગળની જેમ કેનાલો ફાટી રહી છે, મોટા પ્રમાણ માં કેનાલોમા ભ્રષ્ટાચાર થયો હોય એવું લાગી રહ્યું છે.